SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ચરોપીય ઉત્થાનને જનક, ઈસ્લામ ૧૭ વાણિજ્યની હકૂમત પાસે હતું. દીનારની સૌથી મોટી માલિક આ સંસ્કૃતિ હતી. ઈ. સ. ના ૯ મા સૈકામાં આ સંસ્કૃતિની પેઢીઓમાં હજારો સુવર્ણ સિક્કાઓની હૂંડીઓ લખાતી હતી. આ હૂંડીને અરબી શબ્દ “સાક” નામને હતે જેનું યરપનું અપભ્રંશ “ચેક' બન્યું. સુવર્ણની માલિક એવી આ સંસ્કૃતિમાં સુવર્ણપતિઓની સંખ્યા ઈ. સ. ના ૯ માં સૈકા સુધીમાં ખૂબ વધી ગઈ. આ સંસ્કૃતિની ટોચ પર બેઠેલી સુવર્ણની ધટનાને પિતાની સેવા માટે લાખો ગલામેની જરૂર પડી, અને પછી સુવર્ણની માલિકીવાળી આ સતનતે દોલતનાં વિલાસનાં અનેક સ્વરૂપે સર્જવા માંડ્યાં. ઈસ્લામીક સંસ્કૃતિના સુવર્ણ યુગની સમાજ રચનાના શિખર પર શ્રીમં. તેને આ વર્ગ બેઠા હતા તથા આ સંસ્કૃતિના ઉપભેગના બધા બેજાઓને ઉપાડનાર શ્રમ માનને વર્ગ ગુલામોને હતે. ખલીફ મુક્તદીરની સેવામાં ૧૦૦૦ ગુલામો કામ કરતાં હતાં. મુસાએ આફ્રિકામાંથી આણેલા ગુલામાં અનેક કુમારીકાઓ હતી. ગુલામેનાં સમુદાયની આવી ભરતી પાછળ મુસ્લીમ ન હેય તેને ગુલામ બનાવી શકવાની ઈસ્લામની પરવાનગી કારણરૂપ હતી, પરંતુ ઈસ્લામના ધર્મને અંગીકાર કરનારને ગુલામ બનાવી શકાતું ન હતું. ઇસ્લામે તેની મના ફરમાવી હતી. આ ઉપરાંત મુસ્લીમ વડે જન્મતા ગુલામ સ્ત્રીનાં બાળકે આઝાદ ગણાતાં હતાં. રેશમન અને ગ્રીક સંસ્કૃતિ કરતાં ગુલામ તરફના માનવધર્મમાં વધારે ઉદાર એવી આ સંસ્કૃતિ ગુલામેને ભણાવતી હતી તથા તેમાં જે વધારે બુદ્ધિમાન માલમ પડે તેમને ઉચ્ચ પદવીઓ આપતી. આ પદવીઓમાં મેટા અમલદાર બનવાની, પ્રધાન બનવાની ત્યા સુલ્તાન બનવાની પદવી સુધી ગુલામે પહોંચી શકતા હતા. સામાન્ય રીતે તે ગુલામેના સમુદાય માટે ખાણેમાં ખેતરમાં, કારખાનાઓમાં, તથા લડાઈઓમાં તમામ મજૂરી કરવાની હતી. આ ઉપરાંત ગુલામ છોકરીઓમાં જે સુંદર હેય તેમને મુખ્ય વ્યવસાય શ્રીમતિ અને સુલતાનની સેવા કરવાનું હતું ત્યાં તેમના મનોરંજન માટે નતંકીઓ અને ગાયિકાઓ બનવાને હતા. ગ્રીક અને રોમન શહેનશાહતના સમયમાં થયા હતા તેવા સામાજિક ન્યાય માટેના બળવા આ શાસન ઘટનામાં નોંધાયા. આ બળવાઓ ઈ. સ. ૭૭૮, ૭૮૬, ૮૦૮, તથા ૮૩૮ મા થયા. આ બળવાઓ પાછળ લોકસમુદાયને ઈન્સાફ માટે અવાજ શાસક અને ધર્મ ઘટના ભેગી હોવાથી વધારે પ્રજવળી ઉઠે, તથા બળવાઓનું રૂપ પણ ધાર્મિક રૂપ બન્યું તથા સામાજિક ન્યાય માટેની લડત પણ ઝેહાદનું નામ પામી. આ બળવાઓમાં ઈરલામિક ઝંડા નીચેજ, ઈસ્લામના ન્યાયના પાયા પર ખુરામીયા અને મહામીદ નામના ઇસ્લામના ધર્મપંથે
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy