________________
ર૭૮
વિશ્વ ઈતિહાસની રૂપરેખા મશહૂર બન્યાં. દામાસકસની તરવારની ધાર જગતમાં અજોડ એવી માલમ પડી. ઇસ્લામી શાસનના આ ઉદ્યોગે સીડોન અને ટાયર નગરેને કાચનાં ઉધોગ માટે જાણીતાં બનાવ્યાં. રાક્કા નગરમાં તેલ અને સાબુને ઉદ્યોગ, કાંસકાને ઉદ્યોગ અને ફાર્સ નગરમાં અત્તરે અને રંગને ઉદ્યોગ વખણાયો. યરપના ૧૬ મા સકામાં ઉદ્યોગની જેવી ઘટના હતી તેના કરતાં સર્વ પ્રકારે અતિ ઉચ્ચ એવી ઉદ્યોગ ઘટના ઇસ્લામની સંસ્કૃતિએ ઈ. સ. ૧૦૦૦ મા સૈકા પહેલાં રચી બતાવી.
આ ઉદ્યોગની સાથે સાથે જ રણનાં જહાજ તરીકે ઓળખાતી ઉંટની વણુઝરને વાહન વ્યવહાર પણ સૌથી વધારે વિકસ્ય. ઈસ્લામની મધ્યપૂર્વની દુનિયામાં બગદાદ, રાવી, નીશાપુર, ઝ, બુખારા સમરકંદ દામાસક્સ તથા બસરા, શીરઝ, કુફા, મદીના, મક્કા, અને એડન નામના નગરમાં આ વણઝારોની વ્યાપારી હિલચાલ અટક્યા વિના વહેવા માંડી. આ વેપારની સાથે સાથે પશુઓ અને મુસાફરો માટેની તમામ સગવડ વાળી પાન્ધશાળાઓથી રસ્તાઓ છવાઈ ગયા. અર્બસ્તાનના ખલીફા અલરશીદે સુઝ નહેરની પણ યોજના ઘડી પરંતુ આ યોજના અમલમાં આવી શકી નહી. આ ખલીફાએ તૈગ્રીસ નદી પર ૭૫ ફીટ પહોળો પૂલ બાંધ્યું. નદીઓ પર અને જમીન પર વાહન વ્યવહારની આ ધારી નસ ઉપર જીવનની એકતા અપૂર્વ બની. આ એકતામાં ખ્રીસ્તી, યદી અને ઇસ્લામી વેપારીઓનાં સંગઠનોએ ઈસ્લામની નવી દુનિયામાં પોતાની પેઢીઓ નાખી. કન્ટેન્ટનોપલ, અને એલેકઝાન્ડ્રીયાનાં નગરે આ નવી હિલચાલમાંથી જીવન ધારણ કરીને ધમધમી ઉઠયાં. ઈસ્લામના વાણિજ્યનું આ હિલચાલના સ્વરૂપે ટયુનિસ, સિસીલી. મેકકો, સ્પેન, ગ્રીસ, ઈટાલી, અને ગોલ પ્રદેશને નવું જીવન આપવા માંડયું. ભૂમધ્યની વેપારી આગેવાની ઈસ્લામ ધારણ કરી. ઈસ્લામી વેપારીઓએ એબીસીનીયા પર પિતાનું બજાર શરૂ કર્યું અને લાલ સમુદ્ર પર પિતાને કાબૂ સ્થા. કાસ્પીયન સમુદ્રમાં પેસીને ઈસ્લામનાં જહાજો મોંગોલીયામાં થઈને રશિયાની વેગા નદીમાં આવી પહોંચ્યાં. ઈસ્લામની વાણિજ્ય સંસ્કૃતિએ આસ્ટાખાનને પિતાનું વેપારી મથક બનાવ્યું તથા નગોડમાં, ફીનલેંડમાં સ્કેન્ડવઆમાં અને જર્મનીમાં પિતાની વેપારી કાઠીઓ નાખી. ઈરાની અખાતમાં થઈને તેમણે હિંદ અને સિલોન સાથે વેપાર શરૂ કર્યો અને ચીનના કેન્ટન બંદર પર ઈસ્લામી વાણિજ્ય સંસ્કૃતિએ વિશ્વવિજય કર્યો તથા જગતની વાણિજ્ય પરિભાષાને ટેરિફ, ટ્રાફિક, મેગેઝીન, કેરેવાન, અને બજાર નામના શબ્દોની આંતર રાષ્ટ્રિય શબ્દો તરીકે ભેટ દીધી. અર્થ ઘટના નીચેને માનવસમુદાય
આ અર્થ ઘટના એ પિતાની વાણિજ્યની ઘટનાનું રૂપ તે સમયમાં સર્વોત્તમ બનાવ્યું હતું. “દીનાર' નામના સુવર્ણ સિક્કાનું વર્ચસ્વ ઇસ્લામીક