SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ રાપીય ઉત્થાનના જનક, ઈસ્લામ ૨૦૧ મેના ઈરાન પરના હલ્લાના સમાચાર, સાંભળ્યા. અરખી રણના આરબ ભરવાડ પાઘડી પહેરીને ઉંટ પર ચઢીને તરવાર બાંધીતે વિશ્વઇતિહાસના બરાપર ચઢતા હતા તેવા ખ્યાલ એના માથામાં આવી શકે તેમ હતું નહી. એણે ઇસ્લામના એ આરશ્ન આક્રમણના એક સંદેશ વાહકને દરબારમાં આવવા દીધું. શું સંદેશા લાવ્યા છે ?' એણે મજાકમાં પૂછ્યું. કે અલ્લાહ એક ઇશ્વર છે. દેવદેવી ખાટાં છે. મૂર્તિઓ ખાટી છે. ગુલામાને છૂટા કરો. સ્ત્રીના પડદા હટાવી દેા. રાજાની ચૂંટણી કરવાને અધિકાર લેાકાને આપે.’ : તમે જંગલીએ, રણવગડાના આરબ ભરવાડે !' પેાતાની સ ંસ્કૃતિ પર મુસ્તાક એવા; શાહ આ તના દોઢડહાપણ પર હસતા હતા. ' પણુ દૂત શાંતિથી ખેલ્યેા, · આપ નામદાર કહે છે. તે બધું ગઈ કાલે અમારે માટે સાચું હતું. અમે ધેટાંબકરાંનાં ચામડાં પહેરતાં હતાં, અમારી દિકરીઓને જીવતી દાટતાં હતાં, અંદરઅંદરના ઝધડાઓમાં યાદવાસ્થળી કરતાં અને ગુલામાને ખરીદતાં ને વેચતાં હતાં......પણ નામદાર, અલ્લાહે અમારા રણ પ્રદેશને પસ ંદ કરીને આ જગત પર અમારે ત્યાં તેને પયગંબર માકલ્યા છે. એણે અમારું ઉત્થાન આરંભી દીધુ છે..' ઉત્થાનના આ સંદેશ વાહક આરબ હતા, એ ઉત્થાનયુગ, અરબસ્તાનમાં તરવાર ધારણ કરીને ઊભા થયા હતા. એશિયા, આફ્રિકા અને યુરેપમાં મનુષ્યને સંસ્કારી થવાની ફરજ શીખવવાની તરવાર આ ઉત્થાને ધારણ કરી હતી. ખુશરૂનાં સિંહાસન આ ધસારા નીચે ગબડયાં. સ્પેન અને ફ્રાન્સ પર પાઘડીવાળા ભરવાડે। સંસ્કારની હાકલ કરીને ઉડયા. એટલેન્ટીક સમુદ્ર પર તે પહોંચી ગયા. મેફીસ અને કારથેજ પર ઈસ્લામના ઝંડા ઉડયેા. કારડાવાની શેરીઓ પર અને ત્યાંથી સિંધુના કિનારા પર ઇસ્લામને ઉદય અલ્લાહના આભાર માનતા બાંગ પૂકારતા હતા. પડેાશી પર પ્રેમ કરવાના અવાજ ભૂલીને શમન બાદશાહતને કુર્નિશ બજાવતા ખ્રિસ્તી ધર્મ પણ જેસાલેમમાં આવતા અલ્લાહને રોકી શકયા નહીં. તૈગરીસપરના બગદાદમાં અને સ્પેનના કારડાવામાં આ ભરવાડે! જેમને પારસીક પ્રદેશના સંસ્કારનગર જીન્ડીસપુર જંગલીએ કહ્યા હતા તે, હવે જીન્ડીસપુરમાં આવીને ત્યાંના સડવા માંડતા સંસ્કારને નવા પાઠ ભણવાની ફરજ પાડતાં હતાં. એ જમાનાની જીવનન્ત્યાતના ઝંડા ઇસ્લામે પકડયેા. સિંધુના કિનારા પર પણ એ ફરકયા. ત્યારે ભારતના મગધના સિંહાસન પર બેઠેલા ચક્રવતી સંસ્કાર ભૂલતા હતા અને અશેાકની યાદ પર ધૂળ ફેરવતી બ્રાહ્મણ મતની
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy