SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ સંસ્કૃતિને સીમાસ્તંભ, ચીસ ૧૯૧ સ્વર્ગમાં અમનચમન કરતા અબુધ દેવતાઓને પડકારે છે કે, “એક જમાનામાં, માન અંધ જીવન જીવતાં હતાં, તેમને મેં, શિક્ષણ આપ્યું તેથી હું મગરૂર છું.” x મિથિયસનું ભવ્ય દર્શન રંગભૂમિપર પામતી જાણે આખી ગ્રીક ધરતી ડૂસકાં ભરે છે. ગ્રીસને સાગર કિનારે વિહવળ બનીને આઠંદ કરતાં મોજાંઓ મારફત જગતના તમામ દેશની પ્રજાને જાણ કરે છે. વિશ્વ ઈતિહાસના આ પહેલા રાજકીય કેદી તરફ દેશદેશથી લેક સમુદાયનાં અંતર ખમા ખમ પુકારે છે. ધરતીપરના મહાસાગરની દિકરીઓ, આ સંસ્કારી સ્વપ્નશીલનાં દર્શને આવે છે અને સાંકળેથી જકડાયેલા આ વિરાટ માનવને કહે છે કે ધરતીપર માનવજાતના ફરજંદની આગેકૂચ માટે સહન કરવા જેવું બીજું કાઈ વધારે મહાન ભાગ્ય નથી. પછી એલિમપસના સ્વર્ગના દેવતાઓ આ અપરાધી માનવીને પરાજ્ય કરવા, પિતાના વાહન બનેલા ગીધને આજ્ઞા કરે છે. જકડાયેલા વિરાટ પાસે ગીધ આવે છે અને આખો દિવસ એના હૃદયને ખાધા કરે છે. પણ દિવસભર ખવાયેલું હૃદય રાતમાં નવું ઊગી જાય છે. એમ તેર યુગે વહી જાય છે, પછી હીરેકલિસ આ ગીધને મારી નાખે છે. હીરેકલિસ રાક્ષસ કહેવાય છે, કારણ કે માનવીને એ મુક્ત કરે છે. એકિલસે લખેલા આવા નાટકને, પ્રોમિથિયસ નાયક છે. ગૌરવવંતા ગ્રીસે વિશ્વસાહિત્યને આ નાટક દીધા પછી ગળેએ એને વધાવી લીધું. બાયરને પિતાની કિતાબમાં એને પ્રથમ પંકિતમાં પહેલું ગણાવ્યું. શેલિએ આ પ્રાચીન કથાને નવજીવન દીધું. પ્રાચીન ગ્રીક જીવનમાં, સાહિત્યના સંસ્કારના મૂલ્ય જેવી માનવ ગૌરવની એવી કરૂણથા આલેખાઈ. પછી એકિલસ પિતાના વિરાટ માનવીની યાતનાનું ગૌરવ જોતે સિસિલીના જીવનની, ગુલામ માનવીની અંતરવેદનાને ત્યાં જઈને વાચા આપતે, ઈ. સ. પૂર્વે ૪૫૬ માં મરણ પામ્યો. x"Men lived like silly ants beneath the ground, Blindly and lawlessly they did all things, Until 1 taught them how the stars do rise And set in mystery, and devised for them Number, the inducer of philosophies, The synthesis of letters, and besides, The artificer of all things, memory That sweat muse-mother."
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy