________________
૧૯૦
વિશ્વઈતિહાસની રૂપરેખા
મણ સામે મેરેથેનની રણભૂમિ પર ગ્રીસની આઝાદીના બચાવ માટે લડવૈયાએ બનીને પ્રથમ દરજજાના દેશભકતો તરીકે પંકાઈ ચૂકયા અને એકિલસનું સ્મારક એથેન્સ ખુલ્લું મૂકયું. એણે એની પ્રેમશૌર્યંની ઝળકતી દેશભક્તિનું સાહિત્ય ગ્રીસને આપ્યું. ગ્રીસે એનું બહુમાન કર્યાં કર્યું. થેસપીસે, એક પાત્રવાળાં નાટકો લખ્યાં હતાં. એણે એમાં વધારે પાત્રો ઉમેરીને ગ્રીસને સિત્તેર નાટકા આપ્યાં. આ સૌ નાટકામાં સર્વોત્તમ એવું નાટક, પ્રેમિથિયસનું હતું. પ્રેામિશિયસ એકિલસને હાથે જીવતા બની જઈ ને ગ્રીસ દેશના ધરેધરમાં, નૂતન ભાન અને નૂતન સંસ્કારના મંત્ર ગુજતા હતા.
નાટક શરૂ થવાનેા ડેકા સંભળાય છે. પડદો ખૂલવા પર ગ્રીક સમુદાયતી અનિમિષ નજર અધીરી બને છે. ઊધડતા પ્રવેશે રંગભૂમિપર, કાકેશસની સૌથી ઊંચી ટાંચના વિકરાળ ખડક પર પ્રેમિથિયસ સાંકળાથી જકડી લેવાતા દેખાય છે. એસી શકાય નહિ, સુઈ શકાય નહિ એવી અંગેઅંગને જકડી નાખનારી રીતે એને ખડક સાથે જડી દેવામાં આવે છે.
જ્યાં માનવી ચઢી શકે નહિ તેવી ઊંચાઇ પર, જ્યાં ફૂંકાતા વટાળ વિના ખીજો કાઈ અવાજ આવી શકે નહિ ત્યાં, સળગતા તાપમાં અને ઠારી નાખે તેવી ઠંડીમાં, લોહીના એકે એક ખુદને સૂકવી નાખીને મરણ પામવાની એને શિક્ષા થઇ છે. એલિમપસની ઉ ંચાપર વિલાસના વિહાર કરતા દેવતાએએ એને એવી શિક્ષા કરી છે, કારણ કે એણે માનવને જ્ઞાનનું ફળ ચખાડવાના અને અગ્નિની શોધ કરીતે, માનવાતને, સાધતા બનાવતાં શીખવવાના તથા, પરસ્પરના સહયાગ સાધીને પ્રેમના સંસ્કારથી જીવન વિકાસ સાધવાનું અને વિજ્ઞાનની આરાધના કરવાનું શિક્ષણ આપવાના અપરાધ કર્યો છે.
એટલે એ એકલા ને અટૂલા કાળમીંઢ ખડકપર જકડાયેલા ધરતીપરથી માનવીને પ્રેમ સુધી સુધીને, આકાશમાં ટગમગતા તારક વૃંદાનું તેજ પી પીને