SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન %ારતીય સંસ્કૃતિનું રેખાચિત્ર ૧૨૧ પદાર્થ માત્ર પ્રતિક્ષણે પરિવર્તન પામવાના ક્રિયા ધર્મવાળો હતો. આ બધા સંસારનું સ્વરૂપ એ રીતે જોઈએ તે, “હતું–ન હતું' સ્વરૂપમાં કહેવાય. આ “હતું, ન હતું ' પદાર્થરૂપ પ્રત્યેક પળે અને કોઈ પણ પળે પલટાયા કરનારું અથવા નિર્વાણરૂપ કહી શકાય. આ નિર્વાણરૂપ અથવા પદાર્થપરિવર્તન આખા બ્રહ્માંડનું અથવા અસ્તિત્વનું નિર્માણ પામ્યા કરતું અથવા પલટાયા કરતું સ્વરૂપ, શૂન્ય નહતું પણ પદાર્થ વાસ્તવતાથી સભરરૂપ હતું. આ વાસ્તવતા ક્રિયાત્મક અથવા પરિવર્તનામક હોવાથી એને બીજું કોઈ ક્રિયાપદ આપીને વધારે સ્પષ્ટ કરવાની જરૂર હતી. આ વાસ્તવતાનું ભાનરૂપ અથવા વાસ્તવભાનરૂપ બુદ્ધરૂપ હતું. આ બુદ્ધરૂપ પિતે આનંદરૂપ હતું. આ આનંદરૂપની પ્રાપ્તિ માટે બુદ્ધ બનવું એટલું જ જરૂરી હતું. આ બુદ્ધદશા આ પૃથ્વી પર અને આ માનવ વ્યવહારમાં જ પામી શકાતી હતી. કેવું સીધુંસાદું, અને પ્રચલિત ધર્મોના ક્રિયાકાંડે અને જાદુએના મિયા આચાર વિનાનું ગૌતમે નૂતન જગતની વૈજ્ઞાનિક ઘટના માટે રજુ કરેલું આ ચિંતનરૂપ અને વિચારનું સ્વરૂપ હતું ! આ વિચાર સ્વરૂપને મુખ્ય હેતુ સદાચાર અથવા સામાજિક બાંધવ વ્યવહાર હતે. એ આચાર ધર્મને પ્રયોગ ગૌતમે પિતે, સંધ સ્થાપીને શરૂ કર્યો. અશોકનું મરણ અને ગુમરાહે શાહત વચ્ચેનો સમય અશોકના મરણ પછી અને પુષ્યમિત્રના વિજય પછી, આ ભૂમિ પર પહેલો અશ્વમેધ થયો. ત્યાર પછીને છ સૈકાઓને ઇતિહાસ અંધારે નહીં હોય છતાં અજ્ઞાત જે રહ્યો. આ સમયમાં ચંદ્રગુપ્ત અને અશોકે આરંભેલાં સંગઠનનાં જીવનવ્યવહારનાં અને વહીવટી તંત્રનાં સ્વરૂપ ચાલુ રહ્યાં. તક્ષિલ્લાની વિદ્યાપીઠની મુલાકાત લઈને અહીં ઈરાની બાંધકામ અને ગ્રીક શિલ્પની અસર પણ આવ્યા કરી. આ ભૂમિ પર સિરિયન, ગ્રીકે, અને ઇરાની અને આવ્યા કર્યા, તથા પંજાબ પર અવારનવાર હકૂમત સ્થાપવા લાગ્યા. કુશાણ નામના મધ્ય એશિયાના લેકેએ કાબુલ પર કબજો મેળવ્યું અને તેમના કનિષ્ક રાજાની હકૂમત પણ અહીં યશસ્વી બનીને પ્રકાશી ઊઠી. આ સંધિસમયમાં, ચંદ્રગુપ્તનું ગુપ્તશાસન મગધમાં શરૂ થયું. ચંદ્રગુપ્ત પછી સમુદ્રગુપ્ત અને ત્યાર પછી ચંદ્રગુપ્ત બીજાએ અથવા વિક્રમાદિત્યે જેવું ચંદ્રગુપ્ત મૌર્ય અને અશોકનું ચક્રવર્તિ શાસન હતું તેવું શાસન આખા ભારતવર્ષ પર શરૂ કર્યું. ઉજજન નામના એના પાટનગરમાં, ચક્રવર્તિઓનું બધું એશ્વર્ય એક થયું. સમાજ વહીવટ અને શાસન વહીવટને આ સમય સુવર્ણયુગ તરીકે આલેખાયે. આ સુવર્ણયુગ ધનદોલતની આબાદીની ટોચ પર ચઢીને ૧૬
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy