________________
૧૨૦
વિશ્વ ઈતિહાસની રૂપરેખા પહેલે પ્રયોગ આ રીતે ભારત ભૂમિ પર શરૂ થયો. આ પ્રયોગમાં જગતભરની માનવજાતને નમૂનારૂપ એ, સંધ નામને નૂતન માનવસમાજ ઘડાયે. આ સંધમાં નાત, જાત, કે દેશ પરદેશના તમામ ભેદભાવ વિનાના આર્યો કે અનાર્યો, બ્રાહ્મણે કે શો, ગુલામો કે વેશ્યાઓ, પૃથ્વી પરના કેઈપણ માન, માનવ માનવ વચ્ચેના બંધુભાવને સદાચાર સ્વીકારી શકયાં. એમાં સૌ કોઈ સમાનભાવે પ્રવેશ પામી શક્યાં. આ સંધનું સ્વરૂપ વિશ્વબંધુભાવનું સ્વરૂપ હતું. આ સ્વરૂપને પિતાનું જ અને બીજા કોઈનું નહિ એવો દા કરવાને કોઈ હિંદુધર્મને કે આર્યોની જાતિને કશે પણ અધિકાર નહે. ધર્મ જાતિ નિરપેક્ષ એવી બુદ્ધ હીલચાલનું સંગઠન
આ હીલચાલના વિચાર રૂપે અથવા સિદ્ધાંતરૂપે પુનર્જન્મના ખ્યાલને સદંતર છેડી દીધું. ગૌનમબુદ્ધની વિચારણા પ્રમાણે એક યુગ, એક જમાને કે એક સમાજ પિતાની પાછળ આવતા, યુગ, જેમાના કે સમાજ વ્યવહારને ઘડે છે અથવા તેને ભૂતકાળનો વારસ બને છે અને એ રીતે ભૂતકાળ વર્તમાનમાં પુનર્જીવન પામે છે એટલે જ ખ્યાલ હતે.
પરંતુ કચડાયેલા અને રિબાયેલા, તે સમયના મધ્ય પૂર્વના બધા દેશમાં, એક એવી લેક ઉત્કંઠા હતી કે કઈ તારણહાર અવતરશે અને લોક જીવનને ઉગારશે. આ ખ્યાલ પછી ધીમે ધીમે બુદ્ધની કથા સાથે પણ જોડી દેવામાં આવ્યો તથા, આ મહાન સામાજિક સુધારકને અવતાર સાથે જોડી દઈને તેને જીવન ઉપર ધર્મની ઈમારત ચણવામાં આવી.
ગૌતમે દીધેલા સીધાસાદા માનવીના આચારના ધર્મને ખ્યાલ ત્યારના સ્વીત ખ્યાલ પર રચા નહે. આ બધા ખ્યાલોને દૂર મૂકી દઈને જ એણે પિતાના ખ્યાલની વાત બુદ્ધિમાં ઉતરે તે જ સ્વીકારવાનું કે ગ્રહણ કરવાનું, ભાર દઈને કહ્યા કર્યું હતું. ગૌતમે દીધેલે આ સિદ્ધાંત સમ્યક આચારને હતે. આ આચાર અથવા સામાજિક વ્યવહાર માનવ બાંધવતાને જ હતે. એથી ઓછું કે વિશેષ તેમાં કશું હતું નહીં. આ નૂતન વ્યવહાર માટે એણે જીવનના વ્યવહારને રોજબરોજને અમલ છે . આ અમલ માટે એને બધા યજ્ઞો, દેવતાઓ, જદુઓ, મંત્રો, મૂર્તિપૂજાઓ, અને ક્રિયાકાંડ નિરર્થક અને નિષ્ફળ લાગ્યાં.
આવા માનવ વ્યવહારના ધર્મને શરણે ગએલા ગૌતમનું ચિંતનરૂપ પણ સીધુંસાદું હતું. એના ખ્યાલ પ્રમાણે બ્રહ્માંડનું રૂપ અથવા સૃષ્ટિનું સ્વરૂપ નિરંતર પરિવર્તનશિલ હતું. એટલે વસ્તુઓ કે પદાર્થ માયા કે મિથ્યા નહેતાં પણ