________________
૧૦૨
વિશ્વ ઈતિહાસની રૂપરેખા બન્ને ઘોડેસવાર ચૂપચાપ ચાલ્યા. એની નજર તળેથી રાજમહાલયની ધરતી પસાર થવા લાગી. જ્યાં એ રમ્યો હતો, જ્યાં એણે ભોગ ભગવ્યા હતા,
જ્યાં એની આસપાસ આનંદના અનેક આકારોએ સેવા બજાવી હતી, તે બધી જગાઓની યાદ એને જતે રેકી રાખતી, આડા હાથ ધરતી હતી. કપિલાનગરીના રસ્તાઓ એના સફેદ અશ્વના પગ તળેથી ઝડપથી સરી જતા હતા. હિમવત પરથી કુંકાતા પવનની લહેરે કપિલાના જીવનમાં થઈને જેમ પસાર થઈ જતી, તેમ એ પણ પ્રાણની ફૂક જે પસાર થઈ ગયો.
કપિલા નગરની બહાર દક્ષિણને દરવાજો વટાવીને એણે કંટકને રોક્યો. છન્ન પણ લગામ ખેંચીને શ્વાસ થંભાવીને કાન માંડીને ઊભો રહ્યો.
“છન્ન ! મારા ઘરને ત્યાગ કરી જાઉં છું.” સિદ્ધાર્થે કહ્યું.
અંધારી રાતે !” છન્ન ચમકી ઊઠડ્યો.
“અજવાળાની શોધ માટે.” સિદ્ધાર્થે સ્મિત કર્યું. એક મોટા કડાકા સાથે વીજળીના ઝબકારાએ આ બન્ને જણની નજર એક કરી દીધી.
આપણે ઉતાવળા જઈએ છીએ.” બોલતાં સિદ્ધાર્થે કંટકને કુદાવ્ય. પવન, વીજળી અને વરસાદના તોફાનમાં, ભયાનક અંધકારમાં ડૂબી જતા અને વીજળીના ઝબકારામાં ઝગી ઊઠતા બને અશ્વો ઊડતા હોય તેમ દોડ્યા.
ઘણા સમય પછી પાછો સિદ્ધાર્થને ઘોડો થાકી ગયો અને અટક્યો. દુઃખથી અવાક બની ગયેલ છન્ન ઘોડા પરથી ઊતરીને સિદ્ધાર્થની સામે જઈને ઊભે.
મને શી આજ્ઞા છે?” છન્ન રડી પડ્યો.
હું સત્યની શોધ કરનારે, રસ્તા પર રખડત એક અદને માનવ છું હવે, છન્ન.. મિત્ર છન્ન, જઈને પિતાજીને, માતાજીને અને યશોધરાને કહેજે કે સિદ્ધાર્થ સાધુ થઈ ગયો છે.”
છન્ન પથ્થર જે ઊભે.
કંટકને અને આ મારા શણગારોને તારી સાથે પાછાં લઈ જા.”
“તમારી પાછળ. શાક્યોની આખી નગરી રુદન કરતી હશે, સિદ્ધાર્થ” છને હેઠ દબાવીને બુમ પાડી.
“ક્ષુદ્ર લેભથી તલવાર ચલાવીને લાખે માનનાં જીવનને ભેગ લેતી બ્રાહ્મણ ઘટનાએ ઘડેલા જીવનની ઘટમાળમાં ઊઠતા અદના માના રુદનના ચિત્કાર ચાલુ છે. કપિલાનગરીમાં પાછા આવવાથી તે બંધ થશે નહીં.તે