SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વ ઈતિહાસને ચિરંતન દેશ-ચીન એ જંગલીઓ છે, એ લેક ટાઢ અને તાપથી બચવા શરીરે તેલ ઘસેલું રાખે છે. એ બધા ટોળાબંધ વેરાન મેદાન પર તંબૂઓ ઠોકીને રહે છે. લાખો ઘડાઓ પર એમને આખો ય સંસાર ઊડત રહે છે. એમનાં કલેવરે કઠણ ને કપરાં છે; એમને મેદ ઓછે છે, ચામડી સખત છે અને જડબાં ઊંચાં છે તથા એમની આંખો પવનના સુસવાટ ઝીલી ઝીલીને અણીદાર થઈ ગઈ છે. તાકાતવાળી ખાંધ ટેકવતા એમના પગ ઝડપી અને ટૂંકા છે. એમનાં આયુધો હલકાં અને ઝડપી છે. એ લેક દેડતે ઘડે કામઠાં તાણે છે અને નિશાન તાકે છે. એમનાં ઘરબાર પણ જાણે દોડતાં રહે છે. એમનાં રાચરચીલાં ખૂબ હલકાં અને ઓછાં છે.' અને આપણું પાટનગર લેયાંગમાં ?' હાનના માથામાં વિચાર ઝબક્યો, “આપણાં મહાલ અને જમીન–જાગીરે, આપણા વિલાસ અને મોજમઝાઓ અપણી વાટિકાઓ અને ખેતરે..આપણું ઉત્તર ચીનનું મહાન દિવાલ નીચે પાટનગર યેન-કીંગ (પીપીંગ અથવા પિકીંગ) પણ એવું જ લહેરાય છે. એની આસપાસ આબાદીના ભાર છે. એ ભાર માલિકેના અને જમીનદારોના છે. એ ભારવાળા સંસારે સડે છે અને એ બેજે વહેનાર ખેડૂત અને કારીગર ગુલામ છે.' હાન ગમગીન બનીને નિસાસો નાખતે બોલ્યો : “એ જંગલીઓ ભલે છે પણ એમને સૂસવતે આખો સંસાર આઝાદ છે. એમની ઝડપ એટલે જ ભયાનક છે. ઘોડા પર બેસીને ઊડતા આવતા એ ઝંઝાવાત આપણને મહાત કરશે જ. એમની પાસે ઝડપ સાથે ગુણાકાર લેતી માનવસંખ્યા છે. એટલે આપણે એમને ખાળી શકશું નહિ, કારણકે આપણું લેક ગુલામ છે...એના પગ ઝડપી નથી, કારણકે છૂટ નથી. એની નજર વેગીલી નથી કારણ કે એની આંખનાં પડળ પર પાટા બંધાયા છે. આપણું સંસારના ભાર લઈને આપણે એ વીજળીવેગને અટકાવી શકશું નહિ. એ લેક જીવનની ઝડપવાળા અને આઝાદ છે. આપણે એમને છેવટ સુધી ખાળી શકીશું નહિ.' અને પછી હાન પિતે એ ઝંઝાવાતને રોકવા લશ્કરે લઈને ચડ્યો. એ કાળનાં નિશાનોને એણે પીંગ-સીંગ (શાંસી) નગરથી દૂર ધકેલી દીધાં પણ પાછાં પીંગ–ચીંગને ફરતાં તાતંર ધાડાંઓ ધસી આવ્યાં. પીંગ–ચીંગ નગરમાં હાન પિતાના લશ્કર સાથે ઘેરાઈ ગયો. એણે પિતાના ડાહ્યાઓને એકઠા કર્યા. એમાં એની દીકરી પણ હતી. એણે સૌને કહ્યું: આપણી ચારેકેર ઘેડાઓની દિવાલ ખડકાઈ છે તે દીઠી ? આપણું મહાન દિવાલે કરતાં એ મહાન છે કારણ કે તે જીવતી દિવાલે છે. એમનાં
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy