SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ - વિશ્વ ઈતિહાસની રૂપરેખા ! “પણ અમે જઈએ કથા... જ્યાં તમે ત્યાં અમે.” અને જુવાન લિયુપેગની સરદારી નીચે બળવાની કતાર જામી ગઈ. ચીન પર બળવાનાં ડંકાનિશાન ગાજી રહ્યાં. લિયની સરદારી નીચે તફાને ચઢયાં. ચીની કિસાન જનતા લિથુની સરદારી નીચે પાટનગર પર ચઢી. પાટનગરની દિવાલ હચમચી ઊઠી. પાટનગરના કારાગારનાં કમાડ ખોલીને લિયુ-પંગ પાછે ગરજતો હતોઃ તમે સૌ છૂટા છે.” પાટનગર પાયામાંથી હચમચી ઊઠયું. પાટનગરમનિ રાજમહાલ કંપી ઊડ્યો. ત્યારે શહેનશાહ કેદ પકડાય અને શહેનશાહનું માથું છેદાઈ ગયું. આ ઊંચે ને સીધે જુવાન આખા ચીન પર ચડાયેલી માનવતાને છુટકારે ગજે તે જાલિમને સંહાર કરતે ફરી વળ્યો. એની આસપાસ સૌએ એને મુજ કરીને કહ્યું: “આપ હાન જેવા મહાન છો. આપ અમારા પર રાજ કરે અને આખા ચીનને ઉગારે.”લી–યુ–પંગ, ચીનને મહાન હાન કહેવાય. આ હાન શહેનશાહની જૂની ગાદી પર દંડ ધરીને બેઠો. એણે ચીનની જનતા માટે શાસન શરૂ કર્યું. ચીનને એ લેકશહેનશાહ, હાન કહેવાય. હાનના દરબારમાં પંડિત પાછા આવ્યા. એણે સૌને કહ્યુંઃ “હવેથી પુસ્તકને સળગાવી મૂકવામાં નહિ આવે, કારણકે શમશેરથી સત્તા હાથ કરાય છે પણ પુસ્તક વિના તે ટકી શકવાની નથી.” પાછું આખા ચીન પર સુખચેનનું શાસન પથરાઈ ગયું. ચીનનાં ખેતર ખેડવા સૈનિકે પિતાને ઘેર પાછા રવાના થયા. ચીનના ઈજનેરે ચીન આખા પર નહેર, પુલે અને રસ્તાઓ તથા પાઠશાળાઓ બાંધી રહ્યા. ચીની માતાઓ આનંદમાં બાળકેને ઉછેરતી, રેશમના કેશેટામાંથી રેશમના વધારે બારીક અને સુંવાળા તાર ખેંચી રહી. ચીનની શિલ્પકળા અને હુન્નર આગળ વધી ગયાં. ચીનનાં દીકરા-દીકરીઓ હાનનાં દીકરાં કહેવાયાં. હાનનાં દીકરાંઓએ ચીનની લત વધારી મૂકી. પણ ત્યતિ ઉત્તરની સરહદ પરની મહાન દીવાલ પરથી પેલા તાર્તારનાં આક્રમણો પાછાં શરૂ થઈ ગયાં. ચીનની મહાન દિવાલ આ ધસારાને ખાળી શકી નહીં. હાને એ ધસારાનું રૂપ સમજવા જાસૂસ રવાના કર્યા. જાસૂસેએ આવીને ખબર આપ્યા : “જેવી પવનની લહેર વાય છે... જે પાણીને રેલે ધસે છે તેવા એ લોકે......”
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy