________________
સગાળશા આખ્યાનને એક ઉત્તમ કાવ્ય ગણાવ્યું હતું; અને બાઈબલના જેબની પેઠે સગાળશા શેઠની કસણું–તાવણી ગમે તેવા સખત હૃદયને પણ પિગળાવે એવી છે. આ પુસ્તક ચાલુ વર્ષમાં બહાર પડનાર છે.
આ સિવાય રત્નેશ્વરકૃત ભાગવતના ત્રણ સ્કંધ, જેની પ્રત ઉપલબ્ધ છે, તેનું એડિટીંગ કામ એ વિષયના રસિયા અને પરમ વૈષ્ણવ શ્રીયુત કેશવરામ કાશીરામ શાસ્ત્રીએ હાથ ધર્યું છે. મહાભારતનું આદિપર્વનું પુસ્તક એમણે એડિટ કરેલું જેમણે જોયું હશે તેઓ એમનાં આ કાર્યથી બહુ પ્રસન્ન થશે. નવા લેખોમાં એમણે એમની કાર્યશક્તિ અને બુદ્ધિથી ઉંચું સ્થાન મેળવેલું છે, એમ કહેવાની ભાગ્યેજ જરૂર રહે છે.
એજ પ્રમાણે શ્રીયુત ભોગીલાલ જયચંદ સાંડેસરાએ ૧૫ મા, ૧૬ મા અને ૧૭મા સૈકાનાં પ્રાચીન કાવ્યની ફુલગુંથણ કરી આપવાનું જણાવ્યું છે. એ ભાઈ હજુ વિદ્યાર્થી અવસ્થામાં છે, મેટ્રિક્યુલેશનના વર્ગમાં અભ્યાસ કરે છે, પણ એમનું આપણા પ્રાચીન સાહિત્ય અને ઇતિહાસનું જ્ઞાન કેઈ સારા વિદ્વાનને માનાસ્પદ થઈ પડે એવા ઉંચા પ્રકારનું છે. એમની પાસેથી કેટલીક માહિતી મેળવવાની બાકી છે, તે મળ્યા બાદ સાઈટી તે સંગ્રહ વિષે છેવટને નિર્ણય કરશે.
અંતમાં “આપણું કવિતા સમૃદ્ધિ” એ નામને અર્વાચીન કવિતાને એક સંગ્રહ સંસાઈટીએ છપાવેલ છે અને એ વિષયમાં તે નવીન ભાત પાડે છે. એ વિષે વધુ વિવેચન નહિ કરતાં, તેના સંપાદકના જ શબ્દ અમે રજુ કરીશું–
વિ. સં. ૧૯૦૧ થી આજ સુધીના સાડાઆઠ દાયકાના લાંબા અરસા માટે સાધારણ કદની ચોપડીમાં કવિતા સંગ્રહ કરે, દરેક કૃતિનું સાથે વિવરણ પણ આપવું, અંગત રૂચિ અરૂચિને અલગ રાખી કૃતિના ગુણ દેવ સમજાય એમ સકારણું વિવરણ લખવું, વાદાવાદી બનતા લગી તને પણ મત દેવામાં તે ખેંચાવું નહિ, ગેળ મેળ પણ ન લખવું, અને મત કરતાં તેનાં કારણોને મુખ્ય ગણવાં, અલંકાર, સરખામણીએ તથા તે માટે ઉતારા, શબ્દ વ્યુત્પત્તિ, કવિનાં સામાન્ય લક્ષણે, વગેરે વિષયોથી ન લલચાતાં પડીના કદની મર્યાદાઓને વળગી રહેવું, કૃતિને અને તેને અર્થને જ પ્રધાન ગણવા–આવાં આવાં લક્ષણવાળો ઉદ્દેશ જામતાંજ આ ચોપડીની સંકલનામાં કેટલાક ધરણેને દઢતાથી પાળવાનું પ્રાપ્ત થયું.”x xx