________________
દી. બા. કેશવલાલે મુદ્રા રાક્ષસને ગુજરાતીમાં તરજુ કરેલ છે, તેના ઉપઘાતમાં આ વિષયને સારી રીતે અને વિસ્તારપૂર્વક ચર્ચે છે, અને સોસાઈટી તરફથી વાર્ષિક વ્યાખ્યાન આપવાનું નક્કી થતાં પ્રથમ વ્યાખ્યાતા તરીકે કેશવલાલભાઈની પસંદગી કરવામાં આવી હતી. તે વર્ષ ફારબસ સાહેબની શતાબ્દીનું હતું અને એમને પ્રિય એ ઇતિહાસને. વિષય એ પ્રસંગે લેવો એ વિચાર થતા કેશવલાલભાઈએ “એશિયાઈ દૂણ પર બોલવાનું પસંદ કર્યું હતું. લખેલી ટુંકી નેટસ પરથી સદરહુ વ્યાખ્યાન પાછળથી એમની પાસે સુધરાવીને પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. પ્રાચીન ઇતિહાસમાં, ખાસ કરીને દૂણેના પ્રશ્નમાં જેમને રસ હશે, તેમને એ વ્યાખ્યાનમાંથી કેટલુંક વિચારવા જેવું મળી આવશે.
એવું વ્યાખ્યાનધાટીનું “મધ્યકાલીન ભારતીય સંસ્કૃતિ” નામનું પુસ્તક છે. “રાજપુતાણુકા ઇતિહાસ” ના કર્તા રા. બા. ગૌરીશંકર હીરાચંદ ઓઝાનું નામ માત્ર હિન્દમાં જ નહિ પણ પિર્વત્ય ઇતિહાસ, સંસ્કૃતિ અને સાહિત્યમાં રસ લેતા સા કેઇને સુપરિચિત છે.
અલાહાબાદમાં નવી નિકળેલી હિન્દુસ્તાન એકેડેમીએ મધ્યકાલીન ભારતીય સંસ્કૃતિ વિષે ત્રણ વ્યાખ્યાન આપવાનું શ્રીયુત ઓઝાને નિમંત્રણ કર્યું હતું અને એ લેખોને વાચક જોઈ શકશે કે એમાં પૂર્વે નહિ જાણવામાં આવેલી એવી ઘણુ માહિતી એમણે ચચેલી છે અને જુદા જુદા વિષયો, જેવા કે સાહિત્ય, ઇતિહાસ, શિલ્પ, કળા, સંગીત વગેરે વિષયમાં મધ્યકાલીન હિન્દ કેટલે આગળ વધેલો હતે તેને તેઓ આપણને સુંદર રીતે પરિચય કરાવે છે.
છે. જયસ્વાલ રચિત હિન્દુસ્તાનની રાજ્ય વ્યવસ્થા Hindu Polity એ પુસ્તકમાં પ્રાચીન કાળમાં હિન્દુસ્તાનમાં રાજવહિવટ કેવી રીતે ચાલતે હતે તેની સવિરતર સમાલોચના આપણું પ્રાચીન સાહિત્ય અને ધર્મગ્રંથ. આધારે કરવામાં આવેલી છે.*
એ વિષય પ્રતિ પ્રથમ ધ્યાન દેરનાર એ વિદ્વાન જ હતા. ડે. સર ભાંડારકર અને પંડિત ભગવાનલાલ ઇદ્રજી પછી હિન્દના પ્રાચીન ઇતિહાસના
* અવું બીજું કિંમતી પુસ્તક “પ્રાચીન સંઘવન” શ્રીયુત ભારતમ ભાનુસુખરામે પ્રો. મજમુવારના Corporate life in Ancient India નામક ઈગ્રેજી પુસ્તક પરથી લખેલ ચાલુ વર્ષમાં પ્રસિદ્ધ થનારું છે, એ ઉપરક્ત “હિન્દુ રાજવહીવટ”ના અનુસંધાનમાં વાંચવા જેવું છે.