________________
૩૮
Three Volumes have so far been out, and I pray God to give the strength to finish the remaining two. Wishing the Society success in their undertaking. I am, Sir, Your most obedient servant, Sd/- G. S. Sardesai.
સર આલ્ફ્રેડ લાયલે “ Rise of the British Dominion in India ” એ નામનું એક મનનીય પુસ્તક રચેલું છે; એની પહેલી આત્તિ પ્રથમ બહુ મ્હોટી ન્હોતી. તેને તરજુમેા સેાસાષ્ટીએ શ્રીયુત ચપકલાલ પાસે કરાવ્યા હતા. અ ંગ્રેજી રાજ્ય હિંદમાં કેવી રીતે પગભર અને મજબુત થયું તેનું વિદ્વત્તાભર્યું વિવેચન પ્રસ્તુત લેખમાં મળે છે અને એ પુસ્તકની ખીજી સુધારેલી વધારેલી આવૃત્તિ જે પછીથી પ્રસિદ્ધ થયેલી છે, તેના તરજુમા અનુવાદકે નવેસર કરી માલ્યા છે અને અવકાશે તે પુસ્તક છપાશે. હિંદના બ્રિટિશ યુગના ઇતિહાસ સમજવા માટે, ખરે તે બહુ ઉપયાગી પ્રબંધ છે.
આપણા દેશના રાજવહિવટ રાજકર્તાએ કેવી રીતે ચલાવે છે, તેનું જ્ઞાન જનતાને અવશ્ય હાવું જોઇએ; તેમાં જ રાજ્યની તેમ પ્રજાની સલામતી રહેલી છે.
સન ૧૯૦૪-૦૫ માં હિન્દી સરકારે હિન્દુ સામ્રાજ્ય એ નામથી હિન્દ વિષે જુદી જુદી દૃષ્ટિએ અને હિન્દને લગતા અનેકવિધ વિષય પર એ વિષયના નિષ્ણાત પાસે લેખા લખાવીને ચાર પુસ્તકો પ્રકટ કર્યાં હતાં. સાસાઇટીએ એ ચારે ગ્રન્થાને ગુજરાતીમાં તરન્નુમા કરાવવાના નિર્ણય કર્યાં હતા, અને તે માટે લેખકો પાસેથી અરજીઓ મગાવી હતી; પણ લેખાની વિવિધતા તેમ નવીનતાને લઇને અને કેટલાક લેખાના તરજુમા તદ્દન શુષ્ક થઈ પડે તેવા હોવાથી, આવેલી અરજીઓમાંથી હિન્દુ સામ્રાજ્ય પુ. ૪ । ગુજરાતીમાં તરજુમા કરાવવાના નિણૅય થયા હતા અને તે કામ રાજદ્વારી કામકાજથી પરિચિત અને હિન્દના રક્ષિત રાજ્યેા'ના અનુવાદકઃ ( Lee Warner's Protected Princes of India ) રા. ખા. દુર્લભજી ધરમશી વૈદને સોંપાયું હતું અને ટુંક સમયમાં પોતે વયેાવૃદ્ધ હાવા છતાં એક યુવક લેખક કરી શકે નિહ એટલી ઝડપે, તે લખી મોકલ્યુ