________________
४
મા ધારીએ તેટલા મેાકળા નથી હોતા. આ સત્ય સંસ્થાએ ચલાવનાર સહુ કોઇ જાણે છે. સામાન્ય વાંચનાર-માત્ર ગુજરાતી જ ભણેલા અને જેને આમવ કહેવામાં આવે છે તેવાઓને જ્ઞાનક્ષેત્રમાં આગળ આણવા માટે તેમને લાયકનાં પુસ્તકા તેમ જ લેખાની જરૂર રહે છે. સાથે સાથે ઉચ્ચ કાટિનું-વિદ્વાનોને આકર્ષે તેવું સાહિત્ય પ્રસિદ્ધ કરવાને અભિલાષ પણ હવે જોઇએ; કારણ કે તે વડે જ ભાષાની અભિવૃદ્ધિ થઇ જનતા આગળ વધી શકે. આ બંનેને સમન્વય કરવા એ ધારીએ તેટલું સહેલું નથી. એકને રીઝવતાં ખીજા` નિરાશ થાય છે. આ સ્થિતિમાં જેટલું કામ થાય તેટલું કરવાના પ્રયત્ન કરવામાં આવે છે. સાસાટીને નાણાંની પુષ્કળ છુટ છે એમ ઘણીવાર માનવામાં આવે છે, તેમાં પણ કાંઈક ભ્રમ થાય છે. લાખા રૂપીઆનાં ટ્રસ્ટફડે છે તે તેા તેના નિર્દિષ્ટ ઉદ્દેશ માટે જ વાપરી શકાય છે અને સાસાઇટીનાં પેાતાનાં નાણાં અઢળક નથી. પેાતાની મર્યાદામાં રહીને જેટલું કાર્ય થાય તેટલું કરવા સાસાઇટી હમેશ તત્પર છે અને તેને માટે જેટલી સૂચનાઓ થાય તે આવકારદાયક લેખાશે.
છેલ્લાં કેટલાંક વર્ષથી ગુજરાત વર્નાક્યુલર સોસાઇટીએ વ્યાખ્યાન– માળાઓ, પુસ્તકાલય પ્રવૃત્તિ વગેરે કાર્યો હાથમાં ધર્યો છે અને ખીજા હાથ ધરવા તેની ઉમેદ છે. આસિસ્ટન્ટ સેક્રેટરી ભાઇ હીરાલાલ પારેખ જણાવે છે તેમ સાસાઇટીને પોતાનું એક છાપખાનું હાવાની અગત્ય છે. વિશેષમાં સારા પ્રુ વાંચનારા રાખી વેપારની નજર ન રાખતાં શ્રેષ્ઠ છપાઇનું કામ કરવાની ધારણા રાખવાની અગત્ય છે. તે ઉપરાંત ગુજરાતી ભાષાની ભેડણીની બાબતમાં ગુજરાત વિદ્યાપીઠના જોડણી કોશનું ધોરણ સ્વીકારી એકધારી જોડણીને પ્રચાર કરવા માટે આગ્રહ કરવા ઘટે છે. પોતાનું છાપખાનું અને સુશિક્ષિત પ્રુફ્ તપાસનાર વગર આ કાર્ય અને તેમ નથી. ભાઇ હીરાલાલે દર્શાવ્યું છે તેમ ચાર પાંચ સારા પગારદાર વિદ્વાનેાના હાથમાં આ સંસ્થાનું કામ સોંપાય તે તેની પ્રગતિ અનેકગણી ચાય એ સાચુંજ છે. નાણાંને અને બીજો વહીવટ જબરદસ્ત પ્રમાણમાં હાવાથી એક માણસ સર્વત્ર લક્ષ આપી શકે અથવા હમેશાં બધામાં નિષ્ણાત મળી શકશે એ પણ શક્ય નથી. ખીજા બધા પ્રાંતાની પ્રાંતીય સંસ્થા કરતાં આપણી આ સંસ્થા જુનામાં જુની છે અને તેને આદ સસ્થા બનાવવા સર્વ ગુજરાતી ભાઈબહેના યથાશક્તિ મદદ કરે એ માગણી છે.