________________
૩૪
પુરાતત્વના વિષયમાં એ નિષ્ણાત હતા અને સંસ્કૃતના પણ સારા જ્ઞાતા હતા. આવા વિદ્વાનને હાથે આ ઐતિહાસિક ગ્રંથનું સંપાદન અને અનુવાદ થયેલાં છે, એ ગુજરાતી વાચકનું સદભાગ્ય છે.
આ પુસ્તકથી વધારે મહત્વનાં ગુજરાતમાં મુસ્લિમ સત્તાને લગતા બે પ્રમાણભૂત ગ્રંથિ મિરાતે સિકંદરી અને મિરાતે અહમદી છે અને એ અને ગ્રંથના ગુજરાતીમાં તરજુમા સોસાઈટીએ કરાવ્યા છે, એ મગરૂર થવા જેવું છે.
મિરાતે સિકંદરીમાં ગુજરાત સલતનતને ઇતિહાસ સન ૧૪૧૨ થી સન ૧૫૨૬ સુધીને–ગુજરાતમાં મુસ્લિમ સત્તા સ્વતંત્ર થપાઈ ત્યારથી તે મહાન અકબરે તેને અંત આણે, એ વર્ષોને-આપે છે અને એ વિષય પર એજ આધારભૂત પુસ્તક મનાય છે.
ફિરિસ્તા કૃત ગુજરાત વિભાગને ગુજરાતી અનુવાદ શ્રીયુત આત્મારામ તીરામ દિવાનજીએ પરિષદ ભંડોળ કમિટી સારૂ કર્યો હતો, તેમની પાસે સોસાઈટીએ મિરાતે સિકંદરીને તરજુમે કરાવ્યો હતે; તે પૂર્વે એ લેખકે બુદ્ધિપ્રકાશમાં ગુજરાતના સુલતાને વિષે લાટ લેખો લખ્યા હતા.
આ પુસ્તકને ઈગ્રેજીમાં પણ તરજુમો થયેલો છે.
ગુજરાતના મુસ્લિમ ઇતિહાસનું બીજું પ્રમાણભૂત પુસ્તક મિરાતે એહમદી છે. એ પુસ્તકની લિથે પત મળતી, તે બહુ ભૂલવાળી અને અપૂર્ણ મળતી હતી. તેનું પ્રથમ પુસ્તક અને પૂરવણી સામાન્ય રીતે જાણતાં હતાં.
ડાંક વર્ષો પર ગાયકવાડ ઓરિએન્ટલ ગ્રંથમાળામાં એ પુસ્તક આખું પ્રસિદ્ધ થયું હતું. તેમાંનું બીજું પુસ્તક અત્યાર સુધી બહુ જાણીતું પણ નહોતું અને તેને ઉપયોગ પણ ઝાઝે થયેલો નહતે.
બેલીએ ગુજરાતનો ઈતિહાસ ઈગ્રેજીમાં લખેલો છે, તે સારૂ એ લેખકે મિરાતે સિકંદરી અને મિરાતે અહેમદીના પ્રથમ ભાગ પર આધાર રાખ્યો હતે; બડે મિરાતે અહમદીને સારાંશ ઈગ્રેજીમાં આવે છે, તેમાં પણ બીજા ભાગને ઉલેખ સરખો નથી; અને મી. નિઝામુદ્દીન પઠાણે મિરાતે એહેમદીને પંદરેક વર્ષ પર ગુજરાતી અનુવાદ છપાવ્યું હતું, તેમાં પહેલો ભાગ અને પ્રતિમા–પૂરવણને સમાવેશ કર્યો હતો.
ઉપરોક્ત બીજો ભાગ ઉપલબ્ધ થતાં એસાઈટીએ એ આખા મંચ ગુજરાતીમાં તરજુમે કરાવવાને નિર્ણય કર્યો, પણ પહેલો ભાગ અને