________________
૨૯
એમણે સારી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરેલી છે. એમણે સંપાદન કરેલું કહાન્ડર્ડે પ્રશ્ન છ કાવ્ય તેા જુની ગુજરાતીને એક સુંદર નમુને છે અને એક ઐતિહાસિક કાવ્ય તરીકે તેનું મૂલ્ય હોટું છે. તે એક પાય પુસ્તક તરીકે વહેંચાય છે. એમની વિદ્વત્તાયી સુપરિચિત છે અને એમની લેખનશલીની વિશિષ્ટતા એ છે કે ગમે તેવા શુષ્ક વિષયને પણ તેએ રસિક અને સરળ કરી શકે છે.
66
*
પ્રસ્તુત ‘ પૌરાણિક કોરા' એ કાંઇ મૂળ મરાઠી ગ્રંથની નકલ નથી; પણ અહેાળા સુધારા વધારાવાળું એક નવું પુસ્તક છે. એ વિષે તેઓ જણાવે છે:આ કાશ કેવળ ભાષાન્તર નથી; તેમાં ઠેકાણે ઠેકાણે જ ફેરફાર અને ઉમેરણ કરવામાં આવ્યું છે. ભાષા ગુજરાતી વાચકને સુરૂચિકર થાય પ્રેમ રસભર કરવા તરફ ખાસ લક્ષ રાખ્યું છે. એ કાશમાં ન આપેલાં એવાં પુષ્કળ અવતરણા મૂળ સંસ્કૃત ગ્રંથામાંથી આ ાશમાં દાખલ કર્યો છે. એ બધાની સાથે કાશના વસ્તુને વિસ્તૃત કર્યું છે. એઠા તરીકે લીધેલા ઊરામાં માત્ર ૯૧૨૧ વ્યક્તિઓની હકીકત આપેલી છે. તેની જગાએ આ કોષમાં ૧૦૭૯૯ વ્યક્તિઓની હકીકત આપી છે,. એટલે વસ્તુ પરત્વે ગ્રન્થ લગભગ બમણે બન્યો છે, એટલું જ હિ પણ ઘણી અગ્રગણ્ય વ્યક્તિની હકીકતમાં ઓર વધારા કર્યો છે. અન્ય છપાઈ ગયા પછી પણ ભાગવત વગેરે અન્ય સ્થળેથી વધારે વ્યક્તિયાના પ્રતિહાસ આપવાની લાલસા થઇ આવતાં વધારાના શબ્દો નવ કરમાની પુરવણીમાં સંગ્રહ્યા છે. ટુંકામા ગ્રંથને પરિપૂર્ણ કરવા તરફ બનતું કર્યું છે. આવા ગ્રન્થે! કાંઈ કાવ્ય કે નવલકથાની પેઠે વાચન તરીકે સાદ્યન્ત વંચાતા નથી. ઉપયાગી અને જરૂરની હકીકત સારૂં ખપનું હોયઃ તેટલુંજ વંચાય છતાં પુરસદની વખતે વાંચન તરીકે વાંચી શકાય એવી રીતે ઘણાં ચરિત્રા તૈયાર કરવા તરફ ખાસ લક્ષ આપ્યું છે. આશા છે કે એમ છૂટક છૂટક વાંચીને પણ વાંચકæ આનંદ મેળવશે. ''
પૌરાણિક કથાકાશની ઘેાડાક ભાગ તૈયાર કરીને શ્રીયુત ડાહ્યાભાઈએ સાસાટીને પ્રાસદ્ધિ માટે મેકલી આપ્યા. તે કા` પસંદ પડવાના પ્રશ્ન નહેાતા. શ્રીયુત ડાહ્યાભાઈ જેવા સંસ્કારી અભ્યાસીએ તે કામ કર્યું હતું; અને તેની અગત્ય વિષે બે મત નહાતા એટલે તેનું પ્રકાશન તુરતજ શરૂ કરવા ઠરાવ થયા હતા. આમ એ પુસ્તક લાંબા સમયની ખોટ પૂરી પાડે છે, રાણ કથા દેરા, પૃ. ૧૦–૧૧.