________________
૨૬૬
સોસાઈટીના આસિ. સેક્રેટરીની જગે ખાલી હતી તે માટે પણ અરજી મેકલી આપી હતી.
જાન્યુઆરીમાં મુંબઈ ગયા અને ત્યાં સેકન્ડરી ટિચર્સ ટ્રેનિંગ લેજમાં પસંદગી થવાથી અમે દાખલ થયા, અને એક પખવાડીયું રહ્યા પણ ખરા; એટલામાં એસાઈટીના આસિ. સેક્રેટરી તરીકે નિમણુંક થયાના સમાચાર મળ્યા, એટલે મનની અનેક ગડમથલના અંતે સરકારી ખાતાને છોડી ખાનગી નોકરીમાં જોડાવા અમદાવાદ પાછી ખેંચાઈ આવ્યા હતા.
સાઈટીમાં હાજર થતાં પહેલી જ મુલાકાતે ઓન. સેક્રેટરી સાહેબે કામ બતાવ્યું કે સોસાઈટીને સાહિત્ય સંસ્થા તરીકે સરકાર તરફથી નાણાંની મદદ મળે એવી મતલબને કેળવણી ખાતાના વડાના નામને પત્ર લખી લા; એઓ સાહેબે એ સોસાઈટી તરફથી અરજી આવે એ વિષે ઘટતો વિચાર કરવાનું રૂબરૂમાં કહ્યું છે.
કોલેજના વાતાવરણમાંથી તાજા બહાર નીકળેલા, ઉત્સાહભર્યાં પણ બહારની દુનિયાના વ્યવહારથી અજાણ્યા; પરંતુ એ નવા શિક્ષણે એક બક્ષીસ આપેલી છે અને તે પિતાને માર્ગ અને સાધન શોધી કાઢવાની અને તે પ્રાપ્ત કરવાની શક્તિ-resourcefulness. સરકારી કેળવણી ખાતાના વડાને કેવી રીતે સંબોધવા, પત્રમાં વિષયની શરૂઆત કેમ કરવી; નાણાંની મદદના વિષયમાં શા મુદ્દાઓ ચર્ચવા, વગેરે પ્રીનેએ અમને પ્રથમ તે મુંઝવ્યા. એ પહેલી કસોટી હતી અને અમને તે વખતે આકરી પણ લાગી. પરંતુ નાહિમ્મત ન થતાં અમને પરિચિત એવું અને ઘણીવાર ફેકેલું યુનિવરસિટીનું કેલેન્ડર હાથમાં લીધું અને તેમાં સરકાર સાથે યુનિવરસિટી કેવી રીતે પત્રવ્યવહાર કરતી તે ધરણ ગ્રહણ કર્યું. અને અગાઉ સંસાઈટી વિષે લેખ લખવામાં ૫૦ વર્ષને તેને રીપોર્ટ બહુ ધ્યાનપૂર્વક વાંચ્યું હતું તે આ અવસરે અમને બહુ ઉપયોગી અને મદદગાર નિવડયો.
પ્રસ્તુત પત્રને ખરડો બીજે દિવસે લાલશંકરભાઈને બતાવ્ય; મનમાં ભીતિ રહેતી કે રખેને ઠપકો મળે; તે નામંજુર થાય; પણ તેમાંથી એક હાની શી ભૂલ માત્ર કાઢી અને તે પત્ર એમણે મંજુર રાખ્યો. એથી અમને કંઇક શાતા વળી અને અમારામાં વિશ્વાસ બેઠે.
આ તે ગ્રાન્ટનાં નાણાંના પ્રશ્નની શરૂઆત થઈ; તે પત્ર મળતાં મે. ડિરેકટર સાહેબે સેસાઇટીના કામકાજનો સવિસ્તર વૃત્તાંત મંગાવ્યો. સંસાઈટીનાં કામકાજની રૂપરેખાથી અમે પરિચિત હતા; પણ તેની વિગતેથી