________________
૧૮૯
“ કુમારનાં સ્ત્રીના’; શ્રીયુત પુરાણી અનુવાદિત અરવિંદ ધેાષના ગ્રન્થા, નવજીવન, વીસમી સદી, કામુદી અને કુમારનું પ્રકાશન એ સઘળું નવું સાહિત્ય કોઇ પણ ભાષાસાહિત્યમાં માનભર્યું સ્થાન જરૂર મેળવે; અને આપણે હિંમતથી કહી શકીએ કે છેલ્લી પચીસીમાં ગુજરાતી સાહિત્ય સારી રીતે ખીલ્યું છે અને સમૃદ્ધ થયું છે; અને તેના યશ મુખ્યત્વે નવા લેખકોને પ્રાપ્ત થાય છે.
નવા કવિએ પણ પ્રસિદ્ધિમાં આવ્યા છે; એમની રચનામાંથી ઇંગ્રેજી કવિતાની અસર કે છાપ એછી થયલી છે; અને તેમાં સ્વાભાવિકતાના અશા વધુ પ્રમાણમાં મળે છે; વળી તે કવિતા સંસ્કારી, સુશ્લિષ્ટ અને પ્રાણવત છે. “ આપણી કવિતા સમૃદ્ધિ ” એ અર્વાચીન કવિત! સંગ્રહનું અવલોકન કરનાર જોઇ શકશે કે નવી કવિતાનું વહેણ હજી માર્ગ શોધતું પણ બળવાન, ઉછાળા મારતું, જીવંત, ભાવના અને આદભર્યું, અને આશાવતુ છે.
*r
વર્તમાનપત્રા જ આજ કાલ જનતાને ઘણું ખરું વાચન સાહિત્ય પૂરું પાડે છે; આપણા સામયિક પત્રાની સંખ્યામાં મ્હોટા વધારા થયલા છે; એટલુંજ નહિ પણ પ્રત્યેક વિષયને ચચનારૂં જુદું માસિક મળી આવે છે, એ ઘેાડ્ આનંદજનક નથી. એ ખતાવે છે કે જીવનના દરેક ક્ષેત્રમાં ગતિ થઈ રહેલી છે; અને તે પ્રવૃત્તિની પુષ્ટિના અથે, તેના વિકાસ સારૂ આ જાતનું વાચન સાહિત્ય તૈયાર કરવામાં આવે છે, જેને જનતા તરફથી ઉત્તેજન પણ મળે છે. નવા જમાનાના બ્રાહ્મણા-ગુરુ અને આચાયતે આપણા વર્તમાનપત્રના લેખકો અને તંત્રીઓ છે; અને જે પ્રકારનું પ્રચાર કાર્ય -લોકમત કેળવવાનું અને રચનાત્મક-તે ઉપાડી લેશે તેવું લેાકમાનસ ઘડાશે એ ચેાસ છે. આ યુગમાં તેમના અધિકાર જેમ મ્હોટા તેમ તેમની જવાબદારી પણ મહેળી અને ગંભીર છે.
પ્રજા જીવનના ઘડતરમાં વમાનપત્રની પેઠે, નાટક, સીનેમા અને રેડીઓ પણ હાલના સમયમાં બહુ કિંમતી હિસ્સા આપી શકે એમ છે; એ સાધનાને સુમાગે ઉપયોગ થાય તેા પ્રજાના અભ્યુદય જલદી સાધી શકાય; તે દ્વારા પ્રજાને સંસ્કારી અને નીતિ પોષક, માહિતી ભર્યું અને પ્રેરક, ઉપયાગી અને અસરકારક થઈ પડે એવું સાહિત્ય સહેલાઈથી અને આનંદ સાથે આપી શકાય, અને દેશની હાલની પરિસ્થિતિ વિચારતાં માલમ પડે છે કે જતે દિવસે આ વસ્તુઓ
'
i