________________
૨૫૫
ઉપર હિન્દી સાહિત્યના ઈતિહાસનો ઉલ્લેખ કર્યો છે, એ પુસ્તક ઉપલબ્ધ સાહિત્ય ઉપરથી શ્રીયુત કિશનસિંહ ચાવડાએ સ્વતંત્ર અને રસિક રીતે છે અને પ્રે. બળવંતરાયે તેનો ઉપદઘાત લખી આપીને તેની ઉપયોગિતામાં ઉમેરો કર્યો છે. - બંગાળી સાહિત્યને ઈતિહાસ મુખ્યત્વે રાયબહાદુર દિનેશચંદ્રસેનના બંગાળી પુસ્તક પરથી રચાયો છે, પણ તેનું છેલ્લું પ્રકરણ અનુવાદકે પોતે લખ્યું છે. પ્રસ્તાવનામાં તેઓ કહે છેઃ
દશમું પ્રકરણ લખવામાં મેં અનેક ગ્રંથની મદદ લીધી છે. બંગાળી ભાષામાં બહાર પડેલાં બે ત્રણ સાહિત્યના ઈતિહાસને લગતાં પુસ્તક તથા છેલ્લા અગિઆર વર્ષ થયાં મેં જે કાંઈ એ સાહિત્યને લગતું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે પર આધાર રાખી મેં એ પ્રકરણ લખ્યું છે. જો કે બંગાળાનું આધુનિક ગદ્ય સાહિત્ય તે એટલું વિપુલ છે, તેમાં એવાં તે પરસ્પર વિરોધી બળો કામ કરી રહ્યાં છે કે જેનો આભાસ મારા જેવા સેંકડો ગાઉ દૂર બેઠેલા પરભાષાભાષી લેખકને નજ આવી શકે, તેમ તે સાહિત્યનો સર્વાગ સુંદર રીપોર્ટ તૈયાર કરવાનું પણ મારાથી ન જ બને. છતાં મને ખાત્રી છે કે અતિ ઉત્તમ સાહિત્યકાર અને તેનાં અતિ ઉત્તમ પુસ્તકો વિષે હું સૂચન કરવાનું વિસરી ગયે નથી.”
શરૂઆતમાં એમ જણાવ્યું છે કે સાઈટી નવલકથા, નાટક, કવિતા વગેરે પુસ્તકો છપાવવાનું પસંદ કરતી નથી પણ સાહિત્યમાં નવલકથા આજે અગત્યનું સ્થાન લે છે, તે મોટી સંખ્યા માં છપાય છે; અને તેનો વાચકવર્ગ પણ બહુ બહોળો છે.
મેનેજીંગ કમિટીમાં નવલકથાનો પ્રશ્ન એક વખતે ચર્ચાતાં પ્રિન્સિપાલ આનંદશંકરભાઈએ અંગ્રેજીમાંથી કેટલીક ઉંચી કોટિની પણ વિવિધ દૃષ્ટિબિન્દુવાળી તેમ સુપ્રસિદ્ધ નવલકથાઓના તરજુમા, નમૂનારૂપે કરાવવા જોઈએ એમ સૂચવ્યું હતું, અને એ દષ્ટિએ કમિટીએ ગોલ્ડસ્મીથનું વિકાર ઓફ ધ વેકફીલ્ડ,
જ ઇલિયટનું એડમ બિડ, ડિકસનું ડેવિડ કેમરફીલ્ડ, જેન ઓસ્ટિનનું પ્રાઈડ એન્ડ ગ્રેજ્યુડીશ, સર ટર સ્કેટનું આઇવનો પસંદ કરી તેના તરજુમા કરી આપવાનું કાર્ય જુદા જુદા લેખક અને લેખિકાઓને સેપ્યું હતું. તેમાંનું એક જ પુસ્તક “આઈવનને તરજુમે શ્રીમતી વિમળગારી
- બંગાળી સાહિત્યને ઇતિહાસ. પૃ. ૧૩-૧૪.