________________
in IcO
-
-
-
૨પ૧ ઈશ્વરકૃપાથી ઘણા લખનારાઓ યાત હશે. કોઈ પણ વ્યક્તિને માટે રાગદ્વેષની છાયા ધરાધરી મનમાં પ્રવેશવા દીધી નથી. જેમ લાગ્યું તેમ શુદ્ધ અંતઃકરણથી લખ્યું છે. છતાં અજાણે પણ કોઈનું મન દુભવવા જેવું લખાયું હોય તે તેવું હતુપુરઃસર નથી જ લખાયું એ જણાવીને અમારી ક્ષમાની યાચના છે.”
તેમ છતાં દિલગીરભર્યું એ છે કે એમના સામે એ પુસ્તકમાં એક અજ્ઞાત લેખકની બદનક્ષી કયોનો આક્ષેપ મૂકવામાં આવ્યો હતો પણ જાણકારોને તો ખબર હતી કે એ આરોપ તદ્દન ખોટો તેમ ઠેષભર્યો હતે.
ગુજરાતી સાહિત્યને આધારભૂત સળંગ અને સવિસ્તર ઇતિહાસ ગુજરાતીમાં લખાયો નથી; અને એ વિષે માહિતી મળવા કેટલાક અંગ્રેજ મિત્રોની માગણીને માન આપીને દી. બા. કૃષ્ણલાલ ઝવેરીએ સન ૧૯૧૩ માં Milestones in Gujarati Literature એ નામથી એક પુસ્તક લખ્યું હતું, અને તે એકદમ લોકપ્રિય થઈ પડતાં તેઓ Further
Milestones એ નામનું બીજું પુસ્તક લખવાને પ્રેરાયા હતા. પ્રથમ પુસ્તકમાં ગુજરાતી પ્રાચીન સાહિત્યનો ઈતિહાસ આપેલો છે, જ્યારે બીજા પુસ્તકમાં અર્વાચીન સાહિત્યને ચચ્યું છે.
કેઈપણ સારું પુસ્તક વાંચવા લઈશું તે તેમાં કંઇને કંઈ દે બતાવી શકાશે, એવી કેટલીક ઝીણી વિગતેની ભૂલો પ્રસ્તુત પુસ્તકમાં દાખલ થવા પામી છે; તો પણ ગુજરાતી સાહિત્યનો પરિચય કરવા સારૂ હાલ તુરત એથી વધારે સારું, પ્રમાણભૂત અને મહત્વનું પુસ્તક બીજું કોઈ નથી; એ કાંઈ એનું થોડું મૂલ્ય કહેવાય નહિ.
સાઠીનું સાહિત્ય” લખાવ્યા પછી એ આખા વિષયને સ્પર્શતું, અને સમગ્ર અવલોકન કરતું ગુજરાતી સાહિત્યનો ઈતિહાસનું પુરતક રચાવવાને સેસાઇટીનો પ્રયાસ ચાલુ હતું અને એક બે પ્રતિષ્ઠિત વિદ્વાનોને એ કાર્ય ઉપાડી લેવા વિનંતિ પણ કરી હતી. પણ એ જવાબદારીભર્યું અને કંઈક કઠિન કાર્ય હાથ ધરવા એમાંથી કોઈએ ઉત્તેજન આપ્યું નહિ; એ સંજોગમાં સોસાઈટીએ દી. બા. કૃષ્ણલાલનાં આ બે પુસ્તકોને તરજુમે અને તે એમની પાસેજ કરાવવાનો નિશ્ચય કર્યો અને તે માગણી
- સાઠીનું સાહિત્ય, પ્રસ્તાવના પૃ. ૧-૨.