________________
૨૪૮
જેને શ્રીયુત કનૈયાલાલ મુનશી કલાત્મક સર્જન કહે છે, એવું સાહિત્ય કાવ્ય, નાટક, નવલકથા આદિ સ્વયંભુ રચાય છે; અને તે સ્થાપિત ધોરણ કે બંધનને પણ કેટલીક વાર ઉલ્લંઘી જાય છે; એટલુંજ નહિ પણ અમુક પ્રકારની સૂચનાઓ આપ્યથી પણ એ પ્રકારનું ઉત્તમ સાહિત્ય સર્જાતું નથી. વળી તેના ગુણદોષ, મૂલ્ય, ઉપયોગિતા, સફળતા કે સરસતા વિષે પ્રામાણિક મત ભેદ સંભવે અને તેના નિર્ણયનું ધોરણ પણ લગભગ એકસરખું ન રહી શકે. વ્યકિતગત નિર્ણય કરવામાં અને કમિટી દ્વારા નિર્ણય કરાવવામાં પણ કેટલીક અનિવાર્ય મુશ્કેલીઓ રહેલી હોય છે, અને સારા અને પ્રતિષ્ઠિત લેખકે પિતાની ઉત્તમ કૃતિઓ, એકાદ સાહિત્ય સંસ્થાને સોંપી દેવા આતુર પણ ન હોય.
તેથી ઉપલી કોટિના સાહિત્યનું પ્રકાશન કાર્ય ખાનગી સાહસ માટે રહેવા દેઈ સોસાઈટીના સંચાલકોએ, જ્ઞાનનાં અને નીતિ વિક, સાહિત્ય, ઇતિહાસ, વિજ્ઞાન અને સમાજશાસ્ત્ર વગેરે વિદ્યાવૃદ્ધિનાં પુસ્તકો લખાવવા. છપાવવામાં બહુધા લક્ષ આપેલું છે.
સાઈટીની પુસ્તક પ્રકાશનની સામાન્ય નીતિ રીતિ સમજેવો સારૂ કેટલાક ખુલાસો જરૂર હતું તેમ તે પુસ્તકની પસંદગી કયા કારણે થાય , છે તે જણાવતે એક પત્ર મે. વિદ્યાધિકારી સાહેબ, વડોદરા રાજ્યલખી મેકલ્યા હતા તે માહિતી સારું પરિશિષ્ટમાં આપ્યો છે.
પ્રસ્તાવનારૂપે આટલું વિવેચન કર્યા પછી સાહિત્યનાં પુરતાની નેધનું , કાર્ય હવે હાથ ધરીશું.
સંસ્કૃત સાહિત્યના અભ્યાસમાં પાંચ મહાકાવ્યો-રધુવંશ, કિરાતાજુનીય, શિશુપાળ વધ, નૈપધ ચરિત્ર અને કુમાર સંભવ-ને અગ્રસ્થાન અપાય છે, એ પછી પહેલા ત્રણનો તરજુમો સોસાઈટીએ કરાવેલે તેની નેધ બીજા ભાગમાં લેવાઈ છે; શિશુપાળ વધને ઉત્તરાર્ધ સન ૧૯૧૦ માં પ્રસિદ્ધ થયો હતો અને એ કાવ્યની પ્રશંસા મૂળ ગ્રંથમાં કેવી ખૂબીથી કરેલી છે, તે કવિના શબ્દોમાં દર્શાવીશું –
સુકવિની કીર્તિને પ્રાપ્ત કરવાની દરાશાથી આ કાવ્ય મેં રચ્યું છે; આ કાવ્ય માત્ર લક્ષ્મીપતિનાં–શ્રીનારાયણનાં ચરિત્ર અને કીત્તનથી જ સુંદર-મનહર છે, નહિ કે મારાં મૂકેલાં અલંકારાદિથી.”
તેના અનુવાદક શ્રીયુત હરિલાલે આ મહાકાવ્યોમાંના ઘણાખરાને અનુવાદ ગુજરાતીમાં કરીને સાહિત્ય વાચક પર મહદ ઉપકાર કર્યો છે;