________________
૨૪૦
એ ખુશાલીના સમાચાર સાંભળી આપણા એક વિદ્વાને ટકર કરી, કે અહા, એ મેટ્રીક થાય એમાં શું ? તે ખી. એ; થાય ત્યારે ખરું ! એ ટીકામાં વ્યંગ કરતાં પ્રેાત્સાહનના ધ્વનિ હતા અને પરમાત્માની કૃપાથી તેએ ખી. એ. થવાને પણ ભાગ્યશાળી થયાં હતાં.
કોલેજમાં વિદ્યામ્હન દાખલ થય પણ કાટુંબિક જવાબદારી દિનપ્રતિદિન વધતી જવાથી તે અભ્યાસમાં ખલેલ પડતું અને તેની ગતિ પણ અનિયમિત રહેતી.
પણ ધરનાંનું અને આસપાસનું ઉત્તેજન એવું હતું કે તેઓ બી. એ. ની પદવી પ્રાપ્ત કરે ત્યારે સાપ વળે.
કાલેજના અભ્યાસ દરમિયાન રમણભાઈ કેટલાક કઠિન વિષા તેમને શિખવતા એના ઉલ્લેખ દી. બા. કૃષ્ણલાલ ઝવેરીએ રમણભાઈની ત્રીજી સંવત્સરી પ્રસગે કરેલા વ્યાખ્યાનમાં અને “સ્વસ્થ સર રમણભાઈ એ પુસ્તકમાં પેાતાનાં સ્મરણે! નોંધતાં શ્રીમતી શારદાબ્ડેને રમણભાઇ, એ મ્હેને તે અને ત્રીજા એમના ભાઇ ગફુલાલને સંસ્કૃત શિખવતાં તેનું હૃદયંગમ ચિત્ર દોર્યું છે, તે વાચનીય છે.
એક શિક્ષક તરીકે આપણને એ ચિત્રામાં રમણભાઇને પરિચય થાય છે; અને એમની બહુશ્રુતતા માટે માન પેદા થાય છે, પરંતુ અમે તે એમાં સ્ત્રીઓને અભ્યાસમાં મદદ કરવાની અને એમને ઉત્તેજન આપવાની એમની ઉલ્કા અને પ્રેમની ઝાંખી કરીએ છીએ.
સ્વજનની પાસે એસી અભ્યાસ કરવે! એમાં જેમ આનંદ રહ્યો છે, તેમ કેટલાક સાચ પણ અનુભવાય છે, આપણે ઇચ્છીએ કે લેડી વિદ્યામ્હેન એ પ્રસંગાનું વર્ણન કોક વખતે લખે,
ખી. એ., ના વર્ગમાં વિદ્યાઓૢને તત્ત્વજ્ઞાન અને તર્ક શાસ્ત્ર એ ઐચ્છિક વિષય લધા હતા અને પ્રેા. કાશીરામ દવે એમના અધ્યાપક હતા. તે જુનિયર વમાં હતાં એ અરસામાં પ્રે. દવેનું અવસાન થયું અને એમના એ વિષય લેનાર તુરત કોઇ અધ્યાપક મળે નહિ; પણ એ મુશ્કેલી પ્રેા. આનન્દશકરભાઇએ એમને એ વિષયનું શિક્ષણ આપવાનું સ્વીકારી લઇને દૂર કરી હતી. પ્રે. આનન્દશંકર તે વખતે એ વિષય શિખવતા નહતા; અને એ વિષયનું પૂર્વે વાચન પણ કરેલું નહિ, પણ આ ખે અેનાને સહાયભૂત થઇ શકાય એ હેતુથી એ વિષયા ઘેર વાંચીને, તેઓ કોલેજમાં તત્ત્વજ્ઞાનના વર્ગ લેતા હતા.