________________
૨૩૩
એ નામથી પ્રસિદ્ધ થઈ ચૂક્યું છે. ગુજરાતીમાં તો અભિનય કળા વિષે એ પહેલવહેલું પુસ્તક છે.
એ નિબંધમાં દર્શાવેલા વિચાર અને અભિપ્રાય એક જમાના પૂર્વેના છે. તે પછી તે એ વિષયમાં આપણે અહિં તેમ જ પાશ્ચાત્ય દેશોમાં ભારે પ્રગતિ થઈ છે અને શિયા જેવા મૂલકમાં તેમાં મેટું પરિવર્તન થવા પામ્યું છે.
રંગભૂમિ, ચિત્રપટ અને ઓલપટને યુરોપીય દેશમાં બહોળે પ્રચાર થયો છે અને તેમાં પુષ્કળ સુધારા અને ફેરફાર થવા પામ્યા છે. હિંદુસ્તાનમાં પણ તેની અસર જોવામાં આવે છે, એટલું જ નહિ પણ નર્મદ શતાબ્દી પ્રસંગે રંગલીલાનું દશ્ય જોઇને સે કોઈએ તેમાં ભાગ લેનાર યુવક યુવતીને અભિનય વિષે પ્રશંસાના ઉગારો ઉચ્ચાર્યા હતા. થોડાક સમયપર મુંબાઈમાં ઉદયશંકરે અને અમદાવાદમાં કુમારિકા હઠીસિંહે એ કળામાં જે પ્રવિણ મેળવ્યું છે, તેને પરિચય આપણને કરાવ્યો હતો. તે જોઈને એક હિંદી તરીકે આપણને મગરૂરી ઉપજે. બીજું આપણે જોઈ શકીએ છીએ કે એ નૃત્યકળા પ્રતિને વિરોધ અને તિરસ્કાર જનતામાંથી એ છે તે ગમે છે એટલું જ નહિ પણ તે કળા શિખવાને એક પ્રકારને શોખ ઉભળે છે.
એક દિવસ એ હતું કે એમ. એ., ના વિદ્યાર્થીઓને નૃત, નૃત્ય અને નાટય એ શબ્દોને ભેદ દર્શાવવા પ્રશ્ન પૂછવામાં આવતા.
“કર્મ” ના બોલપટમાં હિમાંશરાય અને દેવકી રાષ્ટ્રના અભિનયે તે ગખ્યાતિ મેળવી છે અને સૈ કેઈ તે જોઈને મુગ્ધ બન્યા છે.
વળી પ્રસ્થાન” અને “ કામુદી' માં ઉદયશંકરના નૃય પરત્વે જે વિસ્તૃત અને વિદત્તાભરી સમાલોચના ગયે વર્ષ કરવામાં આવી હતી તે પરથી જોઈ શકાશે કે તે પછી આપણે અહિં તેના અભ્યાસમાં અને . જ્ઞાનમાં બહુ પ્રગતિ થયેલી છે.'
ઉપરની પરિસ્થિતિમાં લલિત કળાના વિષય પ્રતિ ખાસ લક્ષ અપાવું જોઈએ, એમ વિચારી રહ્યા હતા એ અરસામાં મરાઠીમાં “આનંદ” માસિકના તંત્રી વાસુદેવ ગેવિંદ આનું લખેલું “સૈન્દર્ય અને લલિત કળા”નું પુતક અમારા જોવામાં આવ્યું.
અમે જોયું કે એ વિષય પર સ્વતંત્ર નિબંધ લખી આપનારા આપણે ત્યાં ગયાગાંઠયા વિકાને છે; અને તેઓ એટલા રોકાયેલા રહે