SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨૧ કેળવણીને લગતાં પુસ્તક “ The national state must act on the presumption that a man of moderate education but sound in 'body, firm in character and fitted with joyous selfconfidence and power of will, is of more value to the community than a highly educated weakling." [Herr Hitler. ] કેળવણીનો પ્રશ્ન હમણાં ખૂબ ચર્ચાઈ રહ્યો છે, તેમાં માતૃભાષા દ્વારા શિક્ષણ, બાલશિક્ષણ–મેન્ટીસરી પદ્ધતિએ, હુન્નર ઉદ્યોગનું શિક્ષણ ( vocational), ખેતી પ્રધાન શિક્ષણ (agricultural bias), નિરક્ષર નિવારણની યોજના, પુસ્તકાલય પ્રવૃતિ વગેરે મુદ્દાઓ પર ખાસ ભાર મૂકાય છે અને દેશમાં શિક્ષિત વર્ગમાં પ્રવર્તી રહેલી બેકારીના કારણે આધુનિક શિક્ષણને વખોડવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે આપણે દેશમાં કેળવણીની શરૂઆત, ઈસ્ટ ઈડીઆ કંપનીના હાકેમેએ તેમને રાજવહીવટમાં યોગ્ય માણસો મળે એ દૃષ્ટિથી કરી હતી અને તે પછી જે શિક્ષણપ્રણાલિકા ચાલુ રહેલી છે તે મુખ્યત્વે બુદ્ધિપ્રધાન, માનસિક વિકાસ કરનારી નીવડી છે. તેના ગુણદોષમાં અહિં નહિ ઉતરીએ, પણ એટલું તે નિર્વિવાદ છે કે પ્રચલિત ધોરણમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઉદ્ભવી છે, અને પ્રજાને એકલું સાહિત્ય વિષયક શિક્ષણ બસ નથી. પ્રસ્તુત પ્રકરણના મથાળે જે ઉતારો કર્યો છે, તે પ્રમાણે સશક્ત, ચારિત્રવાન, આત્મવિશ્વાસવાળા અને દ્રઢ નિશ્ચય ધરાવનાર સામાન્ય શિક્ષણ મેળવેલા પુરુષોની, ઉંચા બુદ્ધિશાળી માંઈકાગલા કરતાં વિશેષ જરૂર છે. જર્મનીના નવ વિધાયક હિટલરને એ કથનમાં સત્ય રહેલું છે, એમ આપણે આપણી પરિસ્થિતિનો વિચાર કરતાં સ્વીકારવું પડશે. શાળામાં માતૃભાષા દ્વારા શિક્ષણ અપાવું જોઈએ એ પશ્ન પર સોસાઈટી સન ૧૮૮૨ થી ભાર મૂકતી આવી છે. હંટર કમિશન સમક્ષ જે નિવેદન સોસાઈટીએ રજુ કર્યું હતું, તેમાં એ મુદ્દા પ્રતિ ધ્યાન ખેંચવામાં આવ્યું હતું અને તે પછી મુંબઈ યુનિવર્સિટીને એક મેમોરેન્ડમ
SR No.032697
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1934
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy