________________
૨
રહેલાં હતાં, તેના ઉદ્દાર કરવાના અને પ્રકાશમાં આણુવાને યશ પણ એમણે મેળવેલા છે; જે સેવા માટે આપણે સૈા એમના ઋણી છીએ. એમની સંશાધન પદ્ધતિ વિશે કાંઇક મતભેદ છે, પણ એમના હસ્તે થયેલું પ્રાચીન કાવ્યાનું સંશોધન અને સંપાદન કાયં ખચિત્ મહત્વનું અને કિંમતી છે, તેમ આદર ચેાગ્ય છે, એની કોઇ વાચક ના પાડી શકશે નિહ. એમની સૂચનાથી સાસાઇટીએ પ્રાચીન કાવ્યાનું પ્રકાશન કા હાથ ધરેલું છે અને તેનાં અત્યાર સુધીમાં પ્રકટ થયેલાં પુસ્તકો લક્ષમાં લેતાં વાચક જોઈ શકશે કે તેમાં સારી પ્રગતિ થયલી છે અને તેને યશ કેશવલાલભાઇને છે.
ગુજરાતી વ્યાકરણ પર એક ગ્રંથ સ્વસ્થ ટેલર પાસે ઘણા વર્ષો ઉપર સાસાઇટીએ લખાવ્યા હતા; તે પછી એક સારા વ્યાકરણ ગ્ર ંથની ઉણપ રહ્યા કરે છે. એ વિષયમાં કેશવલાલભાઇ અમુક ચોક્કસ અભિપ્રાય ધરાવે છે; તેઓ માને છે કે, ગુજરાતીને આરંભ અને વિકાસ અપભ્રંસમાંથી સીધા ઉતરી આવ્યા છે, તા એને અનુલક્ષીને, પ્રચલિત સસ્કૃતના ધોરણે નહિ, ગુજરાતી વ્યાકરણની રચના થવી ઘટે છે. અને જ્યાં સુધી એ વસ્તુ જ્યાનમાં લેવાશે નહિ ત્યાં સુધી ગુજરાતીનું સારૂં અને સંપૂર્ણ વ્યાકરણ ચી શકાશે નિહ. ગુજરાતી કેશ સુધારણા સારૂ એમણે જે તૈયારી કરી હતી તેમાં આ પ્રશ્નને તેના એક આવશ્યક ભાગ ગણ્યા હતા; આ દૃષ્ટિ નજર સમીપ રાખીને ગુજરાતી ભાષાનુ એક સારું અને સ્વતંત્ર વ્યાકરણ લખી આપવાનું કાર્ય દી. આ. કેશવલાલભાઇની ભલામણથી, શ્રીયુત રામનારાયણ પાકને સાંપાયું છે. એ કાર્યમાં સહાયક પણ કેશવલાલભાઇ જ છે.
અપભ્રંસ સાહિત્ય ઝાઝુ જાણવામાં નહેાતું અને તેને અભ્યાસ પણ ગૂજજાજ હતા, તે સમયથી કેશવલાલભાઇ કહેતા આવ્યા છે કે ગુજરાતી ભાષાના પદ્ધતિસર, શાસ્ત્રીય અને ઐતિહાસિક રીતે અભ્યાસ કરવા અપભ્રંસનું જ્ઞાન આવશ્યક છે. તેના જ્ઞાન વિના ગુજરાતીના અભ્યાસ અધુરા જ રહેવાને; અને અમે જોયું છે કે પ્રતિદિન એમના એ અભિપ્રાયને વજન મળતું જાય છે; અને તેની આવશ્યકતા સ્વીકારાઇ છે.
વર્ષોં ઉપર સ્વસ્થ ભાઇશ્રી ચીમનલાલ દલાલે ગાયકવાડ એયિ ટલ ગ્રંથમાળામાં • પ્રાચીન ગુર્જર કાવ્યા' એડિટ કરી પ્રસિદ્ધ કર્યા ત્યારે એ કામમાં એમને કેશવલાલભાઈની જ મદદ મળી હતી; અને જુની ગુજરાતીના અભ્યાસીએ સારૂં એવાં પુસ્તકો ઝાઝી સંખ્યામાં નિકળે એજ ઈચ્છનીય છે.