________________
૧૧
૧. ગ્રંથકાર અસ્ત્રિાવલિ-અર્વાચીન ગ્રંથકારે-વિદેહી અને વિદ્યમાન. ૨. વર્ષ દરમિયાન પ્રસિદ્ધ થયેલાં પુસ્તકની સૂચી. ૩. જુદાં જુદાં માસિકમાં પ્રકટ થયેલાં ઉપયોગી અને મહત્વનાં
લેખોની યાદી. ૪ પ્રકીર્ણ લેખેને સંગ્રહ, ૫. સાહિત્ય અને ઈતિહાસની સાલવારી. ૬. પુસ્તકનાં છાપકામ અને પ્રકાશન સંબંધી જાણવાજોગ માહિતી
(શ્રી. બચુભાઈ રાવતના લેખો.) ૭. નવા પ્રકાશનની સમાલોચના.
અંતમાં સન ૧૯૩૨ના ગ્રંથસ્થ વાડમયની સમાલોચના કરતા, જાણીતા વિવેચક શ્રીયુત વિજયરાય “વૈદ્ય ગ્રંથ અને ગ્રંથકાર”ના પ્રકાશન વિષે નીચે પ્રમાણે અભિપ્રાય દર્શાવ્યો હતો, તે આપીશું.
શાસ્ત્રીય અને બેધક ગ્રંથવિભાગમાં, અનુક્રમે “ઉપનિષદુ વિચારણા માંના વિશિષ્ટ વસ્તુ, વિદ્વતા, ચિકિત્સા ( “ ટ્રીટમેંટ”) અને શૈલી તેને તથા “ગ્રંથ અને ગ્રંથકાર'મને દીર્ઘદ્યાગ, ઝીણવટ અને કર્તવ્યબુદ્ધિ તેને, તે તે વિભાગના ૧૯૩૨ ના સારામાં સારા ગ્રંથે ઠરાવે છે.”
-WI