________________
પરિશિષ્ટ ૭ ગુજરાત પુસ્તકાલય પરિષદ-અમદાવાદ ( તા. ૬ ઠ્ઠી અને તા. ૭ મી મે, ૧૯૭૪)
નિવેદન
સન ૧૯૩૦ માં પાટણમાં ભરાયેલી વડોદરા રાજ્ય પુસ્તકાલય પરિષદની પાંચમી બેઠકના પ્રમુખસ્થાનેથી લેડી વિદ્યાબહેન રમણભાઈ નીલકંઠે દેશમાં જે અઘોર અજ્ઞાનતાને અંધકાર વ્યાપી રહ્યો છે, તેના નિવારણ અર્થે પ્રજામાંથી નિરક્ષરતા ટાળવા સારૂ વ્યવસ્થિત પગલાં ભરવા શિક્ષિત વર્ગને અપીલ કરી હતી. દેશનું દુર્ભાગ્ય છે કે દોઢ વર્ષ થયાં દેશમાં સુલેહશાન્તિ પથરાયા છતાં જનતામાં અક્ષરતાનું પ્રમાણ હજુ દસ ટકાએ પહોંચ્યું નથી; અને છેલ્લાં વસ્તીપત્રકની ગણત્રી પ્રમાણે તે વસ્તીના વધારાના મુકાબલે અક્ષરતાનું પ્રમાણ ઉલટું ઘટયું છે.
નિરક્ષરતા દૂર કરવા માટે જેમ શાળા આવશ્યક છે, તેમાં થોડું ઘણું અક્ષરજ્ઞાન જેમણે પ્રાપ્ત કર્યું છે, તેને દઢ કરવાને તેને વિકાસ થવાને વધુ માહિતી મેળવવાને, પુસ્તકશાળા એટલીજ આવશ્યક છે. શિક્ષણ અને જ્ઞાનપ્રચારના કાર્યમાં, શાળાની પેઠે, પુસ્તકશાળાનું મહત્વ છે, બલકે કંઈક વધુ છે, એમ કહેવામાં અતિશયોક્તિ નથી.
આ પ્રમાણેની માન્યતાથી જ સન ૧૮૪૯ માં ગુજરાત વર્નાક્યુલર સેસાઇટીની સ્થાપના કરવાની સાથે તેના સંસ્થાપક, ભલી નિષ્ઠાવાળા અલેકઝાન્ડર કિન્લોક ફાર્બસે દેશમાં કેળવણું અને જ્ઞાનપ્રચારનાં મુખ્ય સાધન તરીકે તેનું પ્રથમ કાર્ય પુસ્તકાલય ખોલવાનું કાર્ય હાથ ધર્યું હતું, જે ગુજરાતમાં પહેલવહેલું હતું.
વડોદરા નરેશ શ્રીમંત મહારાજા સર સયાજીરાવે વડોદરા રાજ્યમાં ફરજિયાત કેળવણીને કાયદે અમલમાં મૂક્યા પછી જોયું કે પ્રજામાં જ્ઞાન પ્રકાશનાં કિરણે સતેજ અને પ્રકાશિત રાખવાને માર્ગ સ્થળે સ્થળે, ગામડે ગામડે પુસ્તકાલયો સ્થાપવાનું છે, અને દીર્ધ દૃષ્ટિવાળા એ મહાપુરૂષે તુરતજ તે માટે પ્રબંધ કર્યો, જે કાર્યમાં આપણી ગુજરાત પુસ્તકાલય પરિષદના