________________
S
આ પરિસ્થિતિ આણી મૂકવામાં છેલ્લા યુરોપીય મહાન યુદ્ધે આછે ફાળા આપેલો નથી. ગયા સૈકાના ફ્રેન્ચ વિપ્લવ કરતાં પણ આ યુદ્ધની ભારે અને જલદ અસર થવા પામી છે. તેમાં વળી યાંત્રિક અને વૈજ્ઞાનિક ખળામાં એટલા પ્રચંડ સુધારાવધારા થયા છે કે જે કાય કરવાને અગાઉ મહિના લાગતા તે હવે અલ્પ કાળમાં થઈ શકે છે. વ્યવહારના સાધનામાં તેમ સમાચાર મેાકલવા મેળવવામાં એટલી બધી પ્રગતિ થયેલી છે કે અખિલ જગત જાણે કે એક શહેર બની રહ્યું છે; વાયરલેસ અને ટેલીફેને એટલી બધી સવડ કરી દીધી છે કે કાઈ પણ સ્થળના વૃત્તાંત જોતજોતામાં જાણી શકાય છે. વસ્તુતઃ જગત્ વાયુવેગે ગતિ કરી રહ્યું છે, એમ કહેવું ખાટું નથી; અને એ ગતિ ક્યાં જને અટકશે એ પણ કળી શકાતું નથી. જાણીતા અશાસ્ત્રી સર આર સાલ્ટર આ વસ્તુસ્થિતિ વિષે લખતાં નીચે પ્રમાણે નોંધ કરે છે:-~~
66
Six months of absence, with the present time scale of events, is in many respects the equivalent of a decade in the last age of stability. It is at any rate, enough to give a new perspective to familiar scenes and to make one's own country and continent, when contact is renewed again, both look a little different. ''
સોસાઈટીને ઇતિહાસ સમગ્ર રીતે અવલાકતા પહેલા વિભાગને આપણી બાલ્યાવસ્થાના કાળ સાથે સરખાવી શકાય; વચલા ગાળેા એ આપણી કિશારાવસ્થાના યુગ હતા અને ત્રીજો વિભાગ એ આપણી યુવાવસ્થાનો સમય છે, એમ હાલમાં જિંગાચર થતાં સર્વાં ચિહ્નો પરથી કહી શકાય. યુવાનીને દીવાની કહી છે તે ખાટું નથી; અને એટલું જ એ પણ સાચુ` છે કે, યુવાન જેવાં સ્વપ્ના સેવે છે, જેવા પુરૂષાર્થ કરે છે, તેવી સિદ્ધિ તે પામે છે તેવું તેનું ભાગ્ય સરજાય છે.
છેલ્લાં પચીસ વર્ષમાં આપણે જીવનનાં જુદાં જુદાં ક્ષેત્રા જેવાં કે કેળવણી, સુધારા, ધ, જીવનવ્યવહાર, સાહિત્ય, પત્રકારિત્વ વગેરેમાં શું શું પ્રાપ્ત કર્યું છે અને આપણે અત્યારે ક્યાં ઉભા છીએ એ હવે તપાસીશું, તેથી કયે માગે આપણે વિચરીએ છીએ તે ધ્યાનમાં આવશે તેમ ભાવિ કાર્યક્રમ યેાજવા ગોઠવવાનું પણ સહેલું થઇ પડશે.
* Observer 23rd May, 1984.