________________
૧૫૪
એમની પાસેથી અમે અમારી કારકિદીના આરંભમાં દુનિયાદારી સંબંધી ઘણું શિખ્યા હતા અને એક શુભેચ્છકની પેઠે તેઓ અમારા હિતમાં કાળજી ધરાવતા હતા.
એમની દેખરેખ નીચે સાઈટીના વહિવટથી અમે વાકેફ થયા હતા અને એમની કાર્યપદ્ધતિને અનુસરીને તેનું સઘળું કામકાજ ચલાવતા હતા. તેમાં એવી ટેવ પડી ગઈ હતી કે કઈ પત્રને સ્પષ્ટ જવાબ આપ ઠીક ન લાગે તે અમે તેને ઉપલક અથવા ગોળ ગોળ ઉત્તર લખી જણાવતા હતા. પણ રમણભાઈ સાથે કામને પ્રસંગ પડ્યો ત્યારથી એ રીતિ સમૂળગી બંધ પડી ગઈ.
લાલશંકરભાઈની માંદગી દરમિયાન એક પત્રને જવાબ રમણભાઈની સહીથી મોકલવાને હવે ઘણું કરીને એ પત્ર વડેદરા રાજ્યના વિદ્યાધિકારી સાહેબને આવેલું હતું, અને તેમાં સોસાઇટીના ધોરણને લગતા કેટલાક ખુલાસા કરવાના હતા. અમે તે રીતમુજબ તેને મોઘમ જવાબ લખી રમણભાઈ પાસે સહી થવા માટે રજુ કર્યો, પણ એમને તે પસંદ ન પડે. એમની કાર્ય પદ્ધતિ તે એવી કે દરેક વિગત સ્પષ્ટ રીતે જણાવવી જોઈએ એટલું જ નહિ પણ પત્રમાં પૂછાવેલા મુદ્દાઓને પુરેપુરો ખુલાસે આપ જોઈએ, તેમજ એમની પ્રકૃતિ એવી હતી કે જે કાંઈ પત્ર વગેરે લખવું હોય તે કામ જાતે જ કરી નાંખે; પરાયા પાસે કામ કરાવવાનું પસંદ જ નહિ. હેટા અગત્યના ફાફટથી માંડીને એક પરબીડીઆના સરનામા સુધીનું સઘળું કામ તેઓ હાથે કરતા. અન્યને વિશ્વાસ નહિ એમ નહિ પણ તે હાથે કરે ત્યારે જ તેમને સંતોષ વળતે હતો. તેથી એમને કામને બહુ ધસર કરવો પડતે; અને એમને કિમતી સમય નજીવી ચીજો કરવામાં બહુ વ્યતિત થ; અને એમની પાસે કામ તે થાકડાબંધ પડેલું હોય; તેના ઉકેલ માટે રાત્રે ઉજાગરા વેઠવા પડે; પણ એમને એ સ્વભાવ ભરણપર્યંત ચાલુ રહ્યો હતે. કામની ચિવટ અને ચોકકસાઈ એમ કરવાને તેમને પ્રેરતી; અને એઓ નિયમિત પણ એવા કે જ્યાં સુધી કોઈ પત્રને ઉત્તર લખાયો ન હોય ત્યાં સુધી તેને પિતાની પાસે ડાયરીમાં રાખી મૂકતા અને તેને જવાબ લખ્યા પછી, તે પર નોંધ કરી ઠેકાણે મૂકતા હતા.
આમ, એમની પાસેથી પહેલે જ પ્રસંગે જેને આપણે ગંજીફાના પાનાં ખુલ્લા મૂકીને રમવાનું કહીએ તેમ પત્રવ્યવહારમાં તેમ ચાલુ વહિવટમાં