________________
પ્રકરણ ૧૬
સર રમણુભાઇ મહીપતરામ
"'
તનું ત્યાગતાં કીતિ વાંસે દીપી રહે.
મનઃ સુજ્ઞ તું એવી
ક્રિયા કરી લે;
મનઃ ચંદને જેમ કાયા
ઝીઝાવી,
રહે અંતરા સજ્જતાના રીઝાવી. ’’
મનમાધ—શ્રી સમથ રામદાસ સ્વામી.
સેસાઇટીના વહિવટ અંગે સર રમણભાઇના ગાઢ પરિચયમાં આવવાનું સુભાગ્ય અમને પ્રાપ્ત થયું તેના પૂર્વે કેટલાક સમયથી ગુજરાત સાહિત્ય સભાના મંત્રી તરીકે એમની સલાહ અને સૂચનાનુસાર કા કરવાના અનેક પ્રસંગેા મળ્યા હતા, તેમાં અમે એમની સાલસાઇજ અનુભવી હતી અને એમની વિદ્વત્તા માટે તે આદરભાવ પ્રથમથી જ હતા.
ઉછરતા નવા અને શિખાઉ વિદ્યાર્થીઓને સાહિત્યના વાંચન અને અભ્યાસમાં એએ સહૃદયતાપૂર્વક ઉત્તેજન આપતા તેનું એક દૃષ્ટાંત નાંધીશું.
""
ગુજરાત કોલેજમાં અભ્યાસ દરમિયાન અમે કેટલાક મિત્રોએ મળીને • લિટરરી કલબ નામની એક સંસ્થા સ્થાપી હતી; તેના અંગે એક ન્હાનું પુસ્તકાલય કાઢ્યું હતું, અને તેનાં મત્રી તરીકે અમે પુસ્તકની મદદ માટે રમણભાઇ સાહેબને અરજ કરતાં તાજું જ બહાર પડેલું એમનું
66
કવિતા અને સાહિત્ય ” નામનું પુતક એમણે ભેટ મેકલ્યું હતું. આમ એક પ્રકારના ગુણાનુરાગ હતા, તેમાં એમના હાથ નીચે કામ કરવાનું પ્રાપ્ત થતાં એ ગુણાનુરાગ એમના પ્રતિ પૂમભાવ અને ભક્તિમાં પરિણમ્યા અને એમના ચારિત્ર્યના અમારા પર એવા પ્રશ્નલ પ્રભાવ પડ્યા હતા કે એક મહાનુભાવ અને સજ્જન પુરૂષ તરીકે અમે એમનું અદ્યાપિ પ્રેમપૂર્ણાંક સ્મરણ કરીએ છીએ.
લાલશ કરભા પછી સાસાઈટીના એન. સેક્રેટરી રમણભાઇ નિમાશે એવી સામાન્ય માન્યતા હતી. તેનું કારણ લાલશંકરભાઈના મહીપતરામ પ્રત્યેનો ગુરૂભાવ અને એમના કુટુંબ પ્રત્યેના વાત્સલ્યભાવ હતા.