________________
૧૪૯
જોઈએ. દુનિયાનાં રાજ્યોએ પોતપોતાના રાજ્યમાં દાખલ કરેલા લગભગ દરેક કાયદાઓ પિતાનો પ્રજાના આરોગ્યને સંભાળનારા છે અને ખરેખર પ્રજાની નિર્ધનતા, દરિદ્રતા અને અજ્ઞાનતા વગેરે અનારેગ્યતાનાં તે ફરજંદે છે. *
આરોગ્યને કેમ સાચવવું એ વિષે અહીં સુધી વિવેચન કર્યું; હવે જુદા જુદા રોગો જે સામાન્ય રીતે પ્રવર્તતા હોય છે, તે વિષે સંસાઈટીએ જે લેખો લખાવી પ્રકટ કર્યા છે, તેની નોંધ લઈશું.
અજીર્ણ એ સામાન્ય રોગ છે; અને પ્રજાનો ઘણે ભાગ તેની અસરથી પીડા પામે છે. ડે. કાલો ખેએ મરાઠીમાં “અગ્નિમાંદ્ય ” એ વિષય પર એક પુસ્તક લખ્યું હતું અને ડોકટરોએ એ પુસ્તકની પ્રશંસા કરી હતી. તેથી એ પુસ્તકને ગુજરાતીમાં અનુવાદ કરવાનો વિચાર પુરી આવ્યો અને તેને તરજુમે ડો. સત્યેન્દ્રપ્રસાદ ભગવાનલાલ બાદશાહ પાસે કરાવવામાં આવ્યું હતું.
કેલેરને ભય હવે તે બહુ ઓછો થઈ ગયો છે. પણ એ જીવલેણ રેગ અટકાવવાને કેટલીક સાવચેતી રાખવી જરૂરી છે; રેડક્રોસના કામ માટે જાણીતા થયેલા વડોદરા રાજ્યના માજી સેનિટરી કમિશનર ડે. ધનજીભાઈ હરમસજી મહેતાએ કોલેરા વિષે એક વ્યાખ્યાન આપ્યું હતું. વળી અકસ્માત વખતે લેવાના તાત્કાલિક ઉપાય, ગર્ભપિષણ અને સુવાવડ, રેડક્રોસ વગેરે વિષયો પર એમણે અનેક પુસ્તકો અને લેખો લખેલાં છે, અને તે સર્વ લોકોપયોગી નીવડયાં છે. ગુજરાતમાં આરોગ્ય અને વૈદકને લગતું ઉપયુક્ત સાહિત્ય તૈયાર કરવા સારું એમને ખરેખર ધન્યવાદ ઘટે છે.
મેલેરિયા તો દરેક સ્થળે જોવામાં આવે છે; પૂરતી સંભાળ રાખે તે દૂર કરી શકાય છે. એ વિષે ડો. હરિપ્રસાદની ભલામણો ગ્રહણ કરવા જેવી છે.
“ જુદા જુદા તાવ, તેનાં ચિહ્ન અને ઉપાય” એ વિષય એક ડોકટરે ચર્ચેલો છે. તેના લેખક ભાઈ ચુનીલાલ ગોવિંદલાલ ચુગર એ નિબંધ છપાયા પછી અમે જણાવવાનું દિલગીર છીએ કે મૃત્યુ પામ્યા હતા. એ લેખમાં જુદા જુદા તાવ વિષે જે હકીકત સંગ્રહી છે, તે અનેક રીતે જાણવા વિચારવા જેવી છે.
* શિક્ષિત આર્ય સંતાનનું આરોગ્ય, પૃ. ૨૬૬-૬૭.