________________
૧૪૪
આપણા હિન્દુઓમાં એક એવી આખ્યાયિકા છે કે એક સમયે દેના વૈદ્ય અશ્વિનીકુમાર એક પક્ષીનું રૂપ લઈ વઘરાજ વાડ્મટના ઘર ઉપર બેસી “કે રૂફ, કેરફ” એમ બેલવા લાગ્યા. ઋષિ વાગભટ્ટના સાંભળવામાં તે આવ્યાથી તેઓ તેને અર્થ એ સમજ્યા કે “નીરોગ કોણ? તંદુરસ્ત કોણ? આરોગ્ય કોણ?” પિતાને પૂછવામાં આવતા પ્રશ્નોનો ઉત્તર આપ જોઈએ એમ ધારી તે વૈવવર બેલ્યા કે “હિતભુફ મિતભુફ, અશાકભુફ” એટલે કે પથ્ય ખોરાક ખાનાર, મિત પ્રમાણમાં મધ્યમસર ખાનાર, અને આરીયાં તુરીયાં, કાકડી જેવાં શાક બહુ મરી મસાલા નાંખી તમતમાં બનાવી ખાવા જે લલચાતો નથી પણ તેમને વજ્ય કરે છે, તેજ મનુષ્ય નીરોગી, આરોગ્ય, તંદુરસ્ત રહી શકે છે."* - આરોગ્યશાસ્ત્ર એ સામાન્ય આરોગ્યના વિષય પર લખેલે એક
તંત્ર નિબંધ છે અને તે અમદાવાદના એક જાણીતા ડોકટર અને ગુજરાત સાહિત્ય સભાના ઉપ-પ્રમુખ ડો. હરિપ્રસાદ વૃજરાય દેસાઈએ લખેલે છે. તેઓ પુસ્તકીઆ જ્ઞાનમાં ઝાઝું માનતા નથી; પણ પોતે જે જોયેલું, વિચારેલું 'કે અનુભવેલું હોય છે તે પર વિશેષ ધ્યાન આપે છે. તેમાં પણ મહાત્મા ગાંધીઈના નિકટ સમાગમમાં આવ્યા પછી અને એમની પાસેથી પ્રેરણા પામીને અમદાવાદ શહેર સુધરાઇને આદર્શ બનાવવા તેઓ જે પ્રયાસ કરી રહ્યા છે અને તે પાછળ સમય અને શક્તિને અમૂલ્ય ભોગ આપે છે તે ખરેખર પ્રશસ્ય છે. અમદાવાદ મ્યુનિસિપાલિટીની સેનિટરી કમિટીના તેઓ હાલમાં અધ્યક્ષ છે અને એ અધિકારની રૂઇએ, પિળોમાં એકઠાં ખુલ્લા કરવા, પિળામાં પથ્થર જડાવી સફાઈ વધારવા, પોળો ચાખી રાખવા, અને મ્યુનિસિપાલીટીને એ ખાતાના નેકરેની સ્થિતિ સુધારવા તેઓ મહેનત કરી રહ્યા છે, એ બધી વિગત આપણે એમની પાસેથી જાણીએ તે કોઈ રોમાંચક વાર્તા આપણે સાંભળતા હોઈએ એ અનુભવ થાય. આવા કાર્યનું પરિણામ તુરતજ સપાટી પર જોવામાં કદાચ ન આવે; પણ લાંબે ગાળે તેની અસર જરૂર થશે અને મ્યુનિસિપલ આરોગ્ય ખાતું પ્રગતિમાન થયેલું છે, એ તે સ્પષ્ટ જોઈ શકાય છે.
અગાઉ જનસમાજમાં આરેગ્ય અને એને લગતા વિષયોનું જ્ઞાન ફેલાવવા એમના જ વડિલ જ્ઞાતિબંધુ ડે. નીલકંઠરાય ડાહ્યાભાઈ વિશેષ શ્રમ લેતા હતા અને એ કાર્યમાં પ્રવૃત્ત રહી એમણે એ સાઈટીને કેટલાંક પુસ્તક લખી આપ્યાં હતાં, તેને ઉલ્લેખ બીજા ભાગમાં કરેલો છે.
આરોગ્ય સાચવવાના ઉપાય, પૃ. ૪૧.