________________
૧૩૪
વિષય પર્ એક નિબંધ વાંચ્યા હતા, તે બુદ્ધિપ્રકાશ પુસ્તક ૪ માં છપાયા છે. એમના બીજા પુત્ર કેશવરાવ નરસેાપતની પેઠે મુંબઇમાં સેક્રેટરીએટમાં ઉંચી પાયરીએ ચઢયા હતા; તે ગર્ભશ્રીમંત હતા છતાં તદ્દન સાદાઈથી રહેતા હતા. એમના પુત્ર દામેાદર નવા નીકળેલા થિએસારી સંપ્રદાયમાં જોડાતાં કુટુંબમાં કેટલેાક ખળભળાટ થયા હતા; અને ખીજા પુત્ર વાસુદેવ સમજજ હતા. એ પણ પિતાની પેઠે સદાચાર અને નીતિમાં અત્યંત શ્રધ્ધા ધરાવતા હતા. તેઓ કહેતા કે વડિલેાપાર્જિત મિલ્કત ભાવિ પિઢિ માટે છે; બની શકે તે તેમાં કાંય ઉમેરેા કરવા; પણ મેાજશેખ માટે એમાંની એક પાઈ સરખી પણ વાપરવી નિહ. પોતાને રૂ. ૨૦૦)ના પગાર મળતા, તેમાંજ તે સુખચેનથી જીવન ગાળતા હતા. એ સંસ્કાર એમના પુત્ર દાદા સાહેબ માવલંકરમાં ષ્ટિગાચર થાય છે; અને પિતાની પરંપરા એમણે પૂરી રીતે સાચવી છે.
શ્રીયુત દાદાસાહેબને વિદ્યાર્થી અવસ્થામાં મૂકીને એમના પિતાશ્રી વાસુદેવ દેવલોક પામ્યા હતા; અને એમના શિક્ષણ અને રક્ષણની જવાબદારી એમના માતુશ્રી ગાપિકાબાઈ પર આવી પડી હતી; અને એમણે દાદાસાહેબ પર જે સુસંસ્કાર પાડયા છે, તેનું સ્મરણ દાદાસાહેબ હંમેશાં આ હૃદયે આભારપૂર્વક કરે છે, એટલું જ નહિ પણ તેમની હરેક ઇચ્છાને પૂરૂ માન આપે છે.
શાળામાં હતા ત્યારથી એક તેજસ્વી વિદ્યાર્થી તરીકે એમણે છાપ પાડી હતી અને બી. એ. ની પરીક્ષામાં માન સહિત ઉત્તિષ્ણુ થયા પછી દી. બા. અંબાલાલભાઇના સમાગમમાં તે આવ્યા; અને એમની નજરમાં વસ્યા. તે અરસામાં દી. બા. અંબાલાલભાઇએ ગુજરાત કેળવણી મંડળનું કામ ઉપાડયું હતું અને બધા સભ્યામાંથી એમણે શ્રીયુત માવલંકરને તેના મંત્રી તરીકે પસંદ ક્યાં તે દિવસથી એમનુ જાહેર જીવન શરૂ થયું એમ કહી શકાય. ત્યાર બાદ શહેરની સંખ્યાબંધ ાહેર સંસ્થા સાથે, સભ્ય, મંત્રી વા ખજાનચી તરીકે શ્રીયુત માવલંકરના સબંધ માલુમ પડશે અને અમદાવાદ મ્યુનિસિપાલીટીએ એમને ત્રણ વર્ષ લાગટ પ્રમુખ ચુટીને અપૂર્વ માન આપેલું છે, એ પણ વિસરવા જેવું નથી; અને એમની લોકપ્રિયતાના પુરાવા તરીકે એટલું નાંધવું ખસ થશે કે અમદાવાદમાં સન ૧૯૨૧ માં રાષ્ટ્રીય મહાસભાની બેઠક થઈ હતી ત્યારે તેના મ`ત્રી તરીકે એમની સર્વાનુમતે પસંદગી થઈ હતી, એ તેમનામાં પ્રજાના વિશ્વાસ અને પ્રેમની નિશાની છે.