________________
૧૨૩
આ પ્રમાણે વ્યવસ્થા થવાથી હું માનું છું કે તે સારી રીતે સાહિત્ય સેવા કરવાને શક્તિમાન થશે; અને એક સારા વિવેચનાત્મક અને પૂરાતત્વ વિષયક પત્રની ઉણપ છે તે એથી પૂરાશે.
અમદાવાદ cll. -૨-૩૧
}
ઉપર મુજબ ફેરફાર કરવાથી આશરે રૂ. ૧૨૦૦ નું વધુ ખર્ચ થતું હતું; પણ તેમ કરવા સૌ કોઇ ખુશી હતા. ત્રૈમાસિક કરવાથી પ્રુ વાચનના ખેો સતત ચાલુ રહેતા તે કાંઈક ઓછા થવા પામશે એમ ધાર્યું. પૃષ્ઠોની સંખ્યા એકસાથે અને સામટી ૧૦૦ થી ૧૨૫ થવાથી લાંબા લેખા લઈ શકાશે એટલું જ નહિ પણ તેમાં વિવિધતા આવી શકશે અને વળી લેખકોને પારિતોષિક આપવાનું ધોરણ નક્કી થયાથી જુદા જુદા વિષય પર વાચનીય અને અભ્યાસપૂર્ણ લેખે આપવાનું સૂત થશે.
લી॰ સેવક, હીરાલાલ ત્રિ, પારેખ
સુભાગ્યે છેલ્લા બે વર્ષના અનુભવ પરથી અમે કહી શકીએ કે એ અખતરા સફળ નિવડ્યા છે; અને તે સંતાષકારક જણાયા છે.
બુદ્ધિપ્રકાશને સચિત્ર કરવું જોઇએ એમ કેટલાક મિત્રાના આગ્રહ હતા; અહિં પણ નાણાંને પ્રશ્ન જ આડે આવતા હતા. કેટલાં અને કેવાં ચિત્ર આપવાં એને મર્યાદા નહાતી. છેવટે પ્રયાગ તરીકે આપણા અગ્રગણ્ય વિદ્વાને, કવિઓ અને લેખકોની છથ્વી, પ્રતિ અંકમાં આપવાના અમે નિર્ણય કર્યો અને એ યેાજનાના પરિણામે, અમારૂં ધારવું છે કે નજદિકમાં ગુર્જર ગ્રંથકારોની ચિત્રાવલિ ગુજરાતી જનતાને ચરણે ધરવા
અમે શક્તિમાન થઇશું.
વાચકની પ્રસન્નતા એજ કોઈપણ માસિક કે પત્ર માટે તેની સફળતાનું ઉત્તમ પ્રમાણપત્ર છે. બુદ્ધિપ્રકાશ તેની પાછલી કીર્તિ પુનઃ પ્રાપ્ત
કરે, એ અમારે મન માટા સાપ છે. પ્રભુ એ હેતુ બર આણે !
龍