________________
કહેવાય છે કે સ્ત્રી તે ખરેખર “લક્ષ્મી' જેવી છે. મનુષ્ય જીવનમાં ત્રણ ધન મહાન કહેવાય છે. (૧) સ્ત્રી (૨) સંતતિ અને (૩) વિદ્યા. તેમાંથી એક પણ ધન ઓછું હોય તે ગમે તેટલો વૈભવી માણસ પણ સંતોષી જીવન ગુજારી શક્તિ નથી. માટે દરેક બહેનની એ મુખ્ય ફરજ છે કે પિતે સુધરે અને અન્યને સુધારે. બીજાનું જીવન સુધારવા જેવું એક પણ મહાન અને પવિત્ર કાર્ય છેજ નહિ. એ આશીર્વાદ આગળ અનેક પાપ અને દુઃખ દૂર થઈ જાય છે. ગૃહલક્ષ્મીની એ મહાન ફરજ દરેક સ્ત્રીને શિરે સરજાએલી છે જ એ ભૂલવું જોઈએ નહિ.”
છે.