________________
૧૧૦
પાલકેટ સંપાદિત હિન્દી પ્રાફિક નામના પારસી માસિકમાં આવી હતી; પણ એમાંની દલીલ પિતાને પસંદ ન પડવાથી માઇસેર યુનિવરસિટીના તવજ્ઞાનના પ્રોફેસર વાડીઆએ તેના રદીઆ એક જુદી લેખમાળા લખીને આવ્યા હતા અને એ લેખ સંગ્રહ પછીથી એમણે નવેસર The Ethics of feminism એ નામ આપીને ઈગ્રેજીમાં છપાવ્યો હતો અને તુરતજ આપણે અહિં તેમ પરદેશમાં સારે લોકાદર પામ્યો હતે. એ લેખો વાચતાં જણાશે કે લેખક એ ચર્ચામાં મધ્યસ્થ માર્ગ ગ્રહણ કરે છે; તે જેમ વ્યહવાર તેમ સમતલ છે.
સોસાઇટી હસ્તક સ્ત્રી ઉપયોગી પુસ્તકો લખાવવાને ઉપર જણાવ્યું છે તેમ ઠીક ઠીક ફડે છે અને તેમાંના એકમાંથી આ પુસ્તક ગુજરાતીમાં લખી આપવાનું શ્રીમતી સરોજિની બહેન મહેતા, એમ. એ; ને સોંપવામાં આવ્યું હતું.
એ બહેનની કલમ તેજસ્વી અને તીક્ષ્ણ છે અને એમના પિતાશ્રી સ્વર્ગસ્થ રમણભાઈની પેઠે એઓ પણ ગુજરાતી, શુદ્ધ અને સરળ લખે છે.
સ્ત્રી સ્વાતંત્ર્યના અને સ્ત્રી હકના શ્રીમતી સરોજિની બહેન ચુસ્ત હિમાયતી છે; એટલે મૂળ લેખકની કેટલીક દલીલો એમને નજ ચે. તેથી
જ્યાં એમને વિરુદ્ધતા જણાઈ ત્યાં ફટનેટમાં પિતાને સ્વતંત્ર અભિપ્રાય દર્શાવ્યું છે, એ રીતે ગુજરાતી વાચકને એ ચર્ચાની બંને બાજુ જોવાની તક મળી છે, જો કે તેથી મૂળ લેખકને કદાચિત કંઈક અન્યાય થવાનો ભય રહે છે.
આખા પુસ્તકમાં અમે ઉપર જણાવ્યું તેમ લેખક તટસ્થવૃત્તિ જાળવી, સ્ત્રી સ્વાતંત્ર્યના હિમાયતીઓ અને તેના વિરોધીઓની દલીલમાંથી મધ્યસ્થ પણ ઉત્તમ માર્ગ તારવી કાઢી, જે નિર્ણય પર આવે છે; તે એમણે નીચે પ્રમાણે દર્શાવ્યો છે, અને તેમાં આપણને એમને નારી જાતિ પ્રત્યેને તિદત પૂજ્યભાવ વ્યક્ત થાય છે, તે વિચારે, આ પ્રકરણના મથાળે જે અવતરણ ઉતાર્યું છે, તેને બરાબર મળતા આવે છે.
“ઉપર સૂચવેલા કઈ પણ ફેરફાર એવા ઉદ્દામ નથી કે જેથી કુટુંબ સંસ્થાના કેઈ પણ સારા અંશ ઉપર અસર થાય અને ભૂતકાળથી ચાલી આવેલી ઘણી ખામીઓ એથી જરૂર દૂર થશે. ખરી પ્રગતિનો માર્ગ વિકાસ છે, અનેક જોખમથી ભરેલો બળવો નહિ. ભૂતકાળની સ્ત્રી પુરુષની ગુલામ
સ્ત્રી સ્વાતંત્ર્યવાદ પૃ. ૩૨૨-૨૩.