________________
૧૦૭
છે, રસ્તો છે; પણ તે ધર્મોમાં–ચારિત્ર્યમાં છે. યુવતી લગ્નવેદી સમક્ષ હસતી, મધુરરવ ગાતી જાય છે, પણ તેને ખ્યાલ છે કે તે પોતાના ધર્મ, ફરો, જાણ્યા વિના ત્યાં જશે તે તે લગ્નવેદી નહિ રહે પણ તેના અલિદાન માટેની ભભકતી આગરૂપ નિવડશે ? જે આ સૃષ્ટિના આદિ છે, અને જે અંત છે, તે પ્રભુ સાથે પોતાનું જીવન એક તન્મય કરતા સુધી આવેદી સમક્ષ જતાં તેણે થેાભી જવું ોઇએ. માનુષી પ્રેમ ધણેાજ મૂલ્યવાન છે, પણ તેથી કાં હૃદય સદા ધરાતું નથી. કસોટીના સમય આવશે, ગુંચવણભો પ્રસ`ગે। આવશે, ગુસ્સા થવાના વખત આવશે, નિરાશા થશે, દુ:ખ અને દિલગીરીના પ્રસંગે આવશે, તે સમયે પ્રભુ વિના પંથ કાપવા વિકટ થઇ પડશે. પર ંતુ તેની કૃપાથી, તેના સાન્નિધ્યથી, જે ફૂલે આજે કળી રૂપ દેખાય છે, તેજ આવતી કાલે ખીલશે અને શરૂઆતના પ્રેમના સ્વપ્ન, વળી પાછાં શાંતિ આનદના ગઢ રચશે, અને તે ગઢમાં ઘડપણમાં આશ્રય, નિરાંત અને શાતા મળશે. ”×
પચીસેક વર્ષ પર એલીવીઆ સ્ક્રીનર નામના જાણીતા ઈંગ્રેજી સ્ત્રી લેખિકાનું Woman & Labour એ નામનું એક પુસ્તક પ્રસિદ્ધ થયું ત્યારે પાશ્ચાત્ય જગતમાં એથી મ્હોટી ચર્ચો થવા પામી હતી અને અમે ભૂલતા ન હોઇએ તે રેલ્યુ એક રેવ્યુઝના તંત્રી ડબલ્યુ. ટી. સ્ટેડે એ પુસ્તકને “ સ્ત્રીઓનું બાઈબલ ” એ નામનું ઉપનામ આપ્યું હતું. ખરે, સ્ત્રી જાતિની વકીલાત કરતું એ એક ઉત્તમ પુસ્તક છે, એમ તેના પિરશીલનથી ખાત્રો થશે. આવા સરસ ગ્રંથના ગુજરાતીમાં તરન્નુમા થાય એમ કાણુ ન ઈચ્છે; અને જાણીતા બ્રહ્મોપદેશક શ્રીયુત મણિલાલ છેટાલાલ પારેખે એકાદ પુસ્તક લખવાની ઈચ્છા દર્શાવી ત્યારે તેમને આ પુસ્તકના તરજુમા કરી આપવાનું કાર્ય સોંપવામાં આવ્યું હતું; અને તેમાં એએ સફળ નિવડયા છે.
લેડી વિદ્યામ્હન નીલકઠે, સદરહુ પુસ્તકની સમાલોચના, અનુવાદકની ઇચ્છાથી, કરી હતી, તે એ પુસ્તકમાં દાખલ કરવામાં આવી છે; એ લેખમાં ગ્રંથનું દોહન કરેલું છે, અને એમના જેવા એક પ્રતિષ્ઠિત સ્ત્રી ગ્રેજ્યુએટ, એ વિષય પરત્વે શા વિચાર દર્શાવે છે, એ જાણવા સારૂ આપણને સ્વાભાવિક રીતે ઉત્કંઠા થાય જ. તેથી તેમાંને કેટલોક અગત્યન ભાગ અમે નીચે આપીએ છીએ:
* ગૃહજીવનની સુંદરતા, ૫, ૬૫-૬૬.