________________
عه
મહારાજા અને શ્રીમંત પુરુષો ધન, સાહિત્ય અને ભિન્ન ભિન્ન વિદ્યા ગ્રંથાની નકલો લહીઆ કને કરાવી તે પ્રતા જુદે જુદે સ્થળે જ્ઞાનભડારામાં પહોંચડાવતા અને એને તે ધર્મલાભ સમજતા. તે પુસ્તકોને ત્યાં વિશેષ ઉપયોગ થતા તેમ તેના કાયમ સંગ્રહ અને સલામતી માટે પુરતી સાવચેતી રખાતી હતી.
પ્રાચીન યુગમાં આપણું સાહિત્ય એ રીતે પ્રચાર પામતું હતું પણ તે સૌ કોઇને સુલભ ન હાઇને જે તે ભણતરના ગ્રંથા જિગ્ને કરવાની સામાન્ય પ્રથા પડી હતી.
મુસલમાની સમયમાં આપણું એ સાંસ્કૃતિક ધન લૂંટફાટ, નાશભાગ અને કાપાકાપીમાં ઘણુ' અસ્તવ્યસ્ત થઇને નાશ પામ્યું હતું; પરંતુ જે બચાવી શક્યા તેને આપણા પૂર્વજોએ પોતાના પ્રાણની પેઠે રક્ષવા ખાસ સાવચેતીનાં પગલાં લીધાં હતાં. એમની એ ડહાપણભરી અને દી દૃષ્ટિવાળી રીતિનીતિના પરિણામે જે કાંઈ સલામત રહ્યું તે વડે આપણે આપણા ધર્મ, ઇતિહાસ, વિદ્યા અને સંસ્કૃતિ વિષે થોડુ ધણું જાણવાને શક્તિમાન થયા છીએ. પણ વચમાં દેશમાં એવી અંધાધુની અને અરાજકતા વ્યાપી રહ્યાં હતાં કે પ્રજા તેના જાનમાલ માટે સદા ભયમાં રહેતી; અને તેને લઇને લેખનવાચન અને અભ્યાસ પર મિ ુ મૂકાયું હતું; અને પરિણામે જનતા પર અજ્ઞાનતાનું આવરણ ફરી વળ્યું.
પ્રાચીન જ્ઞાનભંડારા પર એવાં સિલ મૂકાયાં કે તેમાંના ગ્ર ંથા કદી પ્રકાર! જોવાને પામતા નહિ; અને શાસ્ત્રી તેમજ પડતાના ધરના ખાનગી પુસ્તક સંગ્રહનો પણ ઉપયોગ કરનાર કુટુંબમાં કોઇ જીવતા નહિ રહેવાથી અથવા કુટુંબમાંથી જ્ઞાનના દીપ બુઝાઈ જવાથી, જે કાંઈ પુસ્તકસંચય હાય તે ભેદરકારીને લઈને કીટ ઉધાઇને ભાગ થઇ પડતા અથવા તે તે પુસ્તકોને નદી કુવામાં તેની પવિત્રતા જાળવવા પધરાવવામાં આવતા અથવા તા તે કાગળા ગાંધોને ત્યાં પડીકાં ખાંધવામાં જતા હતા.
આ પ્રમાણે આપણું પ્રાચીન સાહિત્ય થૈડું નાશ પામ્યું નથી.
અંગ્રેજી અમલ સ્થપાયા પછી કાંઈક દેશમાં શાન્તિ પથરાઈ; જ્ઞાન પ્રકાશનાં કિરણા પ્રકટવા લાગ્યાં; પણ પહેલાંની અજ્ઞાનતા અને જડતાને લને પ્રાચીન પુસ્તકો વિષે લેાકેામાં જે ભ્રમમૂલક વિચારે અને ખોટી માન્યતા બંધાઈ ગયાં હુ તાં તેમાં ઝાઝો ફેરફાર થયા નહિ.
७