________________
સર્વ સમય ગાળે છે, અને તેમાં ખુશી થવા જેવું એ છે કે એમનામાં કેમવાદની ગંધ સરખી જણાશે નહિ, વળી હિન્દુ અને ઇતર કામમાંથી એવા સંખ્યાબંધ કુટુંબ મળી આવશે કે જેમની સાથે ખા. બા. કાદરીને ઘરે બો-ગાઢ સંબંધ છે. તેઓ હમણાં એસાઈટી સારૂ “ઉર્દૂ સાહિત્યને ઇતિહાસ' લખી રહ્યા છે. આ તે સર સૈયદ એહેમદના ચરિત્ર લેખકની આડકથા થઈ.
- સર સૈયદ એહેમદે મુસિલમનું હિત સાચવવા અને વધારવા લોક ઈતરાઈ મેળવીને પણ ઘણાં પ્રયત્ન કર્યા હતા, તેમાં અલિગઢ મહમેદન એંગ્લો ઓરિયંટલ કોલેજની સ્થાપના એમનું જીવંત સ્મારક છે. હિન્દની બે કોમો હિન્દુ અને મુસ્લિમ દેશના બે નેત્રો સમાન છે અને તેને એક બીજાની અવગણના કરવી પરવડે એમ નથી. બંને આંખનું સમાન રક્ષણ થવું ઘટે છે, એ દષ્ટિએ સર સૈયદ એહેમદનું ચરિત્ર કેટલાક મહત્વના મુદ્દાઓ રજુ કરે છે અને તે સંબંધમાં “રાષ્ટ્રીય શિક્ષા કા ઈતિહાસ”—શ્રી. કવૈયાલાલકૃત–માંથી નીચેનો ફકરે જાણવા યોગ્ય થશે- "आखिर सर सय्यद अहमदके अनवरत प्रयत्नांने तारीख २४ मई सन १८७५ ईसवीको अलीगढके मोहमडन एङ्गलो ओरियण्टल कालेजका रूप धारण किया । सन् १८७६ से आप स्वत्तः कालेजमें रहकर उसकी देखभाल करने लगे । मुसलमानोंकी शिक्षा सम्बन्धी समस्यापर गम्भीरतापूर्वक विचार करने और तदनुसार देश भरमें शिक्षाका प्रचार करने के उदेश्यसे आपने सन् १८८६ ईसवीमें 'मोहेमडन एजुરેરાન વાસ' વી સ્થાપના થી ભાગ 1 ટુ ધવેશન પ્રતિવર્ષ શ્રી રત હૈ!”
સન, ૧૯૧૧ માં નામદાર શહેનશાહ પંચમ જ્યોર્જ, શહેનશાહ બાનુ મેરી સાથે હિન્દના પ્રવાસે પધાર્યા હતા અને તેમના સ્વાગત અર્થે સર્વ ભારતવાસીઓ તરફથી ઉત્સાહપૂર્વક ભારે ધામધૂમ થઈ હતી. તે પ્રસંગે નામદાર શહેનશાહ અને શહેનશાહબાનુના જીવનથી ગુજરાતી પ્રજાને પરિચિત કરવા સેસાઇટીએ તેમનાં ચરિત્ર પુસ્તકો લખાવવાને નિર્ણય કર્યો અને તે કાર્ય આપણા બે જાણીતા સાક્ષરે શ્રીયુત