________________
કીર્તનકાર અને કથાનકે પાકે અને ઉત્તેજન પામે એમ અમે ઈચ્છીએ છીએ, તેની સાથે આ નવું પ્રવચન સાહિત્ય, જે આપણું આત્મિક શક્તિઓને પિષે અને પ્રભુનું સ્મરણ કરાવે છે, એટલું જ નહિ પણ ધર્મ વિષે મનનીય વિચાર અને ચિંતન રજુ કરે છે, તે અવશ્ય આવકારપાત્ર નિવડશે.
લંડન ટાઈમ્સ પત્રના અઠવાડિક અંકમાં ધર્મ વિષયક એક લેખ પ્રતિ વખત આવે છે અને તે એનું વિશેષ આકર્ષણ થઈ પડે છે.
અહિંની પ્રાર્થના સમાજ તેના અઠવાડિક ઉપદેશ સ્થાનિક પત્રોમાં હરહમેશ પ્રગટ કરતી રહે છે તે સંદેશે સને પહોંચે અને તે ઉપદેશની બહોળી અસર થવા પામે. તેના માર્ગદર્શક પ્રસ્તુત પુસ્તક થાવ એમ અમે ઈચ્છીએ છીએ.
S