________________
-આપે કે તેમાં કઈ ભાષાંતર પ્રસિદ્ધ કરવા તથા ઇનામ આપવા લાયક
છે ? અને છે તે કયું તે કાશીલને જણાવે છે તે ધ્યાનમાં રાખી ઈનામ વિશે કૈસીલ છેવટને નિર્ણય કરી શકે.
જે સદરહુ ભાષાંતર કરી મોકલનારામાંથી કોઈનું ભાષાંતર પસંદ થાય તે તેને જ બાકીના પાનાનું ભાષાંતર કરવાનું કામ સેંપવું ઉચિત છે કે શી રીતે તે પણ રાવસાહેબ મહીપતરામજી કોસીસને જણાવશે તે ઉપકાર થશે. જે કઈ ભાષાંતર પસંદ ન થાય તે તેજ બાબત નવેસર ભાષાંતર કરવાનું ઈનામ ફરીવાર પ્રસિદ્ધ કરવા તેમનો મત થાય છે કે કેમ તે પણ કૈસીલ જાણવા ઇચ્છા રાખે છે. ઉપરાંત ચાલતા વર્ષમાં કિયા વિષય ઉપર નિબંધ કરવાનું ઇનામ પ્રગટ કરવા સાઈટી સૂચના કરે છે તે પણ જાણવા કૈસીલ આતુર છે.
આ ઠરાવ રાજ્ય પત્રમાં પ્રસિદ્ધ કરવો અને તેની નકલ તથા લાગતા વળગતા કાગળે ટોડ રાજસ્થાનની ચોપડી સહિત રાવસાહેબ મહીપતરામ રૂપરામ ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીના સેક્રેટરી સાહેબ તરફ મોકલવા. - સંવત ૧૯૩૩ ના પિસ સુદી ૬.”*
(સહી) મણીભાઈ જસભાઈ
દિવાન-કરછ. સદરહુ રિજન્સી કોન્સિલના એક સભ્ય મી. ગિબ્સ છૂટા થતી વખતે તેમનું સ્મારક કરવાનો નિર્ણય થયો અને તે સ્મારક ફંડ રૂ. ૨૫૦૦ નું ગુજરાત વર્નાકયુલર સોસાયટીને, દી. બા. મણિભાઈની પ્રેરણાથી ગુજરાતી ભાષા અને સાહિત્યની ખીલવણી સારૂ સંપાયું હતું. સોસાઈટી ત્યાં સુધી એક રજીસ્ટર મંડળ નહોતું; અને સોસાઈટી સન ૧૮૬૦ ના ૨૧ મા એકટ પ્રમાણે કાયદેસર નોંધાયેલી હોય તે તે ફંડ લેવાનું બની શકે તેથી એ અડચણ દૂર કરવાને ઍનરરી સેક્રેટરી મહીપતરામે તેને તાબડતોબ રજીસ્ટર કરાવવા તજવીજ કરી હતી. પ્રસ્તુત એકટ સન ૧૮૬૦માં પસાર થયેલો અને સોસાઈટી તે પહેલાં સન ૧૮૪૮ માં સ્થપાયેલી એટલે કાયદાની દષ્ટિએ તેના નિયમોમાં કાંઈ ટેકનિકલ દોષ આવતો હતો, પણ તેને તેડ કાઢી કચ્છ રિજન્સી કોન્સિલ તરફનું કચ્છ ગિબ્સ મારક ફંડ સોસાઈટીએ સ્વીકાર્યું હતું.
* બુદ્ધિપ્રકાશ, સન ૧૮૮૦, પૃ. ૧૦૯–૧૧૧.