________________
દર પણ છે. તમારી સાઈટીને ઉદ્દેશ પુસ્તક અને વિદ્યા વૃદ્ધિને છે અને તેમાં તમામ અગ્રેસર ગૃહસ્થ કેળવણીના ઉત્તેજન માટે સંપૂર્ણ રીતે અને અંતઃકરણપૂર્વક સહાય આપી કેશીસ કરે છે. દેશમાં શાળામાં અપાતી કેળવણીને ફેલાવો થતો ચાલ્યો છે. તેની સાથે, દેશના લોકોની સ્વભાષાકારાએ યુરોપખંડ તથા એશિયા ખંડમાંના જ્ઞાનને પણ ફેલાવો લોકમાં થવો જોઈએ એવી જે તમારી ધારણું છે તે ઉત્તમ છે.
સંગ્રહસ્થ, તમારી સાઈટીના પેટ્રન થવા તમે જણાવે છે એ વાત અમે માન્ય કરીએ છીએ, અને આવું સરસ કામ જે મંડળી કરે છે તે મંડળી સાથે આ રીતે અમારું નામ જોડવામાં અમને ખુશી પેદા થાય છે.”
બીજે વર્ષે મહારાજા સયાજીરાવના પટરાણુ ચીમનાબાઈએ પાટવી પુત્રને જન્મ આપે એ વધાઈને સમાચાર સાંભળીને સંસાઈટીનું એક ડેપ્યુટેશન વડેદરા ખુશાલી પ્રદર્શિત કરવા ગયું હતું કે
એ સમયથી સર સયાજીરાવ સોસાઈટીના કાર્ય પ્રત્યે સદ્ભાવ ધરાવતા આવ્યા છે; અને વડોદરા રાજ્ય અને મુંબઈ ઇલાકાની સાહિત્ય અને કેળવણીને લગતી સંસ્થાઓ પરસ્પર સહકાર અને સહાયતા વડે જ્ઞાન પ્રચાર અને લેકશિક્ષણનું કાર્ય સારી રીતે ઉકેલી શકે એવા ઇલાજ હાથ ધરવા મહારાજાએ સોસાઈટીને વખતોવખત પત્રો પાઠવીને ઉત્કંઠા દર્શાવી છે; અને એ કાર્ય માટેની એમની ધગશ પ્રસ્તુત વિષયની શરૂઆતમાં એમના શબ્દ ઉતારવામાં આવ્યા છે તે પરથી જોઈ શકાશે.
ચાલુ વર્ષમાં ફેબ્રુઆરી માસમાં શ્રીમંત સરકારની સ્વારી પાટણ, કડી, મહેસાણા વગેરે મહાલમાં પ્રવાસ કરી પાછી વડોદરા ફરતી હતી, તે વખતે અમદાવાદમાં શેઠશ્રી અંબાલાલ સારાભાઈનું નિમંત્રણ સ્વીકારી થોડા કલાક..
વ્યા હતા, એ ટુંક મુલાકાત દરમિયાન એએસોસાઈટીને વિસર્યા નહોતા. તેઓ માંડ અડધો કલાક રોકાયા હતા, તેમ છતાં એ થોડી મિનિટોમાં પણ સોસાઈટીનાં નવાં પ્રકાશને તપાસીને તે માટે પિતાને સંતોષ પ્રદર્શિત કર્યો હતે; અને પિતે અવકાશે સસાઈટીના સેક્રેટરીને વડોદરા બોલાવી વધુ માહિતી મેળવવા ઈચ્છા દર્શાવી હતી.
વડોદરા રાજ્ય કેળવણી, સંસારસુધારે અને જ્ઞાનપ્રચારના વિષયોમાં અન્ય રાજસ્થાને અને બ્રિટિશ હિન્દુસ્તાનના મુકાબલે આગેવાની લે છે,
+ બુદ્ધિપ્રકાશ, સન ૧૮૮૩, પૃ. ૨૩૩.