________________
અને વિક્રમાદિત્યની રાજ્યભાને વિલાવૈભવ અને વાગ્વિલાસ આર્ય પ્રજાના ઇતિહાસમાં એક લોકોક્તિ રહેવાની.
સાઈટીની સ્થાપના કરવામાં અંગ્રેજ અમલદારેએ અગ્રેસર ભાગ લીધો હતો અને એમની સિફારસ અને લાગવગથી જ ફૉર્બસ સાહેબ પહેલે સપાટે જ લગભગ દશ હજાર રૂપિયા એ અજ્ઞાન યુગમાં વિવાની વૃદ્ધિ અર્થે મેળવી શકયા હતા. તે પછી શેઠ સેરાબજી જમશેદજીએ રૂ. ૨૫૦૦ અને શેઠ પ્રેમચંદ રાયચંદે રૂ. ૧૦,૦૦૦ સોસાઈટીને ભેટ કરી તેના કાર્યને ઉત્તેજન આપ્યું હતું; તેની વિસ્તૃત બેંધ પહેલા વિભાગમાં લેવાયેલી છે જ.
બીજી ત્રીસીમાં સોસાઇટી રાજા મહારાજાઓને આશ્રય અને ઉત્તેજન પામવા ભાગ્યશાળી થઈ હતી; તેને વૃત્તાંત આ પ્રકરણમાં આપીશું.
(૧) શ્રીમંત મહારાજા સર સયાજીરાવ (ત્રીજા) ગાયકવાડ
મનુષ્ય માત્ર માટે જ્ઞાનની અત્યંત આવશ્યકતા છે. જ્ઞાનથી જ શેધક બુદ્ધિ ઉત્પન્ન થાય છે, અને તેની મદદ વડે મનુષ્ય પ્રગતિના માર્ગે જઈ શકે છે. સમાજ અને સંસારને પાયે જ જ્ઞાન છે.” [ પુનામાં શ્રીમંત મહારાજા સર સયાજીરાવે આપેલા ભાષણમાંથી
સયાજી વિજ્ય, તા. ૩૦ મી માર્ચ ૧૯૩૩.] કવિશ્રી દલપતરામે ગુર્જરી વાણુની વકીલાત કરવા મહારાજાશ્રી ખંડેરાવ ગાયકવાડની મુલાકાત લઈને વડોદરા રાજ્યમાં નિશાળે અને પુસ્તકાલયો ખોલવા શ્રીમંત સરકારને અરજ ગુજારી હતી, તેની હકીકત પહેલાં વિભાગમાં આપવામાં આવી છે અને મહારાજા ખંડેરાવે તેને ખુશીથી સ્વીકાર કરી તે સંસ્થાઓ કાઢવાને પ્રસંગ આવે કવિને આમંત્રણ મોકલવાનું જણાવ્યું હતું. તેઓ એ સંબંધમાં કોઈ પગલાં ભરે તે પહેલાં
એમનું અવસાન થયું હતું; પણ વિવમાન મહારાજા સર સયાજીરાવના રાજ્યાભિષેક પ્રસંગે કવિશ્રી દલપતરામને ખાસ નિમંત્રવામાં આવ્યા હતા, એટલું જ નહિ પણ સર્વ મહેમાને વિદાય થયા પછી પાંચ દિવસ વધુ કવિને તેમ પંડિત ગટુલાલજીને શ્રીમંત મહારાજાએ રોકી બહુ માન આપ્યું હતું, એઓ બંનેની છેલ્લી મુલાકાત મહારાજા સાથે થઈ તેનું રસિક ખ્યાન
- મુ. વ. સેસાઇટીને ઇતિહાસ, ભા. ૧, પૃ. ૨૫.