________________
ગાતાં મેં દીઠીઓ છે, પણ તેઓને ફરવાને અને ગાવાને સારી રીતે મહાવરે હજી સુધી થયો નથી. સુરત, ભરૂચ અને અમદાવાદમાં સ્ત્રીઓ ફરીને ગાય છે; પણ કાઠિયાવાડનાં ટલાંક શહેરની સ્ત્રી તે કરતાં વધારે સારી રીતે ફરીને ગાઈ જાણે છે. તે એવી રીતે કે મેદાનમાં માંડવી અથવા દીવાનું ઝાડ મુકીને તેના ફરતું કુંડાળું કરીને ફરે છે, અને એક બીજીના ખભા અડોઅડ રાખે છે, તેથી જાણે કિલ્લે કરી લીધું હોય એવું લાગે છે. એ બધી સ્ત્રી પિતાના પગ સાથે ઉપાડે છે અને મૂકે છે. જ્યારે કેડેથી નમે છે, ત્યારે બધીઓ સાથે દેરી છંટ નમે છે અને સાથે જ ટટાર થાય છે. તેઓ પ્રદક્ષિણાથી ઉલટી રીતે ઘંટી ફરે છે, તેવી રીતે કરે છે. કારણ કે તેમ ફરવાનું વિશેષ ફાવે છે. પુરૂષે પણ માંડવી ફરતાં એજ રીતે ફરે છે અને અમદાવાદના વલ્લભ ભટના રચેલા બહુચરાજીના ગરબા ગાય છે. .
માંડવી ફરતાં ફરીને તાળી પાડીને ગાઈ શકાય એવા જેટલા રાગ છે, તે ગરબીઓ કહેવાય છે; અને ફરીને ન ગાઈ શકાય, તથા જે રાગે વિવાહમાં શેભે છે, તે ઘેળ અથવા ગીત કહેવાય છે. તે પણ કેટલાંએક ધળ ટુંકા રાગથી ગરબીમાં પણ ગાઈ શકાય છે; જેમકે “અમે ઈડરીગે ગઢ જીત્યારે આનંદ ભલા' ઇત્યાદિ."*
પ્રસ્તુત ગરબી સંગ્રહ ઉપર જણાવ્યું તેમ મણિભાઈની પ્રેરણાથી તૈયાર થયેલો અને મણિભાઈનું ચરિત્ર આલેખતાં શ્રીયુત મંજુલાલ મજમુદારે સ્તવન મંજરી” ના પ્રવેશમાં તે વિષે નીચે પ્રમાણે નોંધ કરી છે ,
“ કવીશ્વર દલપતરામે નવી કેળવણીની સંહિતા જેવી નીતિસુબોધક ગરબીઓ રચી આપી ગરબી સાહિત્યમાં સારો ઉમેરો કર્યો તે આ વખતમાંજ.”
આ સિવાય ટેડ રાજસ્થાનનું ભાષાંતર કરાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો પણ નમુનાઓ સારા લખાઈ નહિ આવવાથી તે કામ પડતું મૂકાયું હતું. દેશના હુન્નર ઉદ્યોગ વિષે નિબંધ લખાવવાના પ્રયત્ન પણ નિષ્ફળ ગયેલા. કલાકૃત “ How to develop the resources of india” એ ઈગ્રેજી પુસ્તકને તરજુ કરી આપવાનું કાર્ય ભીમરાવ ભોળાનાથે ખુશીથી સ્વીકારેલું; પણ તેમાંનાં ચિત્રો વગેરેનો ખર્ચ પુષ્કળ
* કચ્છ ગરબાવળી–પ્રસ્તાવના, ૫, ૩-૪, છે સ્તવન મંજરી, ૫, ૭,