________________
પ્રસ્તુત ઇતિહાસ આલેખનમાં એકજ દૃષ્ટિબિન્દુ ભારી સમીપ મેં રાખ્યું છે અને તે એ કે સોસાઈટીને લગતી મહત્વની સઘળી માહિતી, જેમ બને તેમ તેના મૂળ સ્વરૂપમાં રજુ કરવી, અને તેની સાથે, સેસાઈટી સાથેનો મારો નિકટ સંબધ બાનમાં લઇને, તેની હકીકત આપવામાં પક્ષપાત કે અતિશયોક્તિને દોષ ન આપાય એ આશયથી, જ્યાં બની ) આવ્યું ત્યાં, અન્યના જ શબ્દોમાં જે તે નોંધ કરી છે અને તે વૃત્તાંત વિશ્વસનીય થાય એ અભિલાષ સેવ્યો છે.
અંતમાં મારા આ કાર્યમાં સહાયતા આપવા માટે હું ભાઈશ્રી મણિલાલ છારામ ભટ્ટને અત્યંત આભારી છું અને લેડી વિદ્યાબહેને મને એમને કૃપાપાત્ર માને છે, એને હું મારું સદભાગ્ય સમજું છું.
અમદાવાદ, તા. ૧૦-૯-૧૯૩૩
હિરાલાલ ત્રિ, પારેખ
તા.
૦ આખા પુસ્તકની અનુકમણિકા ત્રીજી વિભાગના છેડે
આપવામાં આવશે