________________
પ્રસ્તાવના
સાઈટને ઇતિહાસ લખવાનું કાર્ય હાથ ધર્યું ત્યારે મારું એમ માનવું હતું કે એક પુસ્તકમાં તે ઇતિહાસ પૂરે થશે; અને એક સન્મિ તો એટલે દરજજે શંકા ઉઠાવેલી કે એક પુસ્તક ભરાય એટલી તેની સાધનસામગ્રી છે ખરી ? પરંતુ જેમ એ વિષય વિચારાતે ગયે, તેને પાછલે વૃત્તાંત અને બુદ્ધિપ્રકાશની જુની ફાઈલે વંચાતી અને તપાસાતી થાલી, તેમ એ ઇતિહાસ પર ઘણા મુદ્દાઓ ચર્ચવા યોગ્ય માલુમ પડયા અને કંઈ ને કંઈ ઉપયુક્ત માહિતી લીધી, જેનાથી અત્યારની પ્રજા અપરિચિત કહેવાય.
સાઈટી તેના આરંભકાળથી આપણે પ્રાંતમાં પ્રવર્તતી સાહિત્ય અને કેળવણી વિષયક, સામાજિક્ર અને સાંસ્કૃતિક પ્રવૃતિનાં એક કેન્દ્રરૂપ પ્રજાકીય સંસ્થા હતી અને તેનું એ સ્વપ યથાસ્થિત રજુ કરવા તેમ તેમાં તેનું કાર્ય-હિસ્સો લક્ષમાં આવવા, પશ્ચાદ્દ ( background) ભૂમિકા તરીકે તત્કાલીન જનતાનું માનસ અને તેના જીવનનું ચિત્રલેખન અને વાતાવરણ ઉભું કરવાની અગત્ય સમજાઈ
એ હેતુ પાર પાડવા પ્રથમ દષ્ટિએ સમકાલીન સમાજ સ્થિતિનું ચિત્ર દેરવા જે તે બનાવ કે પ્રસંગને સાર ભાગ, વર્ણન કે વિવેચનરૂપે આપવાને વિચાર કર્યો, પણ જ્યારે લખવા માંડ્યું ત્યારે એમ થયું કે એ રીતિના કરતાં સમકાલીન લેખ કે ગ્રંથમાં ઉતારે, તેમાંની ભાષા, વિચાર અને લાગણીવડે, વધારે સારી અસર ઉપજાવી શકશે; અને એ ફકરાઓ તે સમયના લેખનના અને સાહિત્યના નમુના તરીકે વિચારણય માલુમ પડશે.
એ પ્રકારે વિષયનું નિરૂપણ કરવામાં પુસ્તકનું કદ ધાર્યા કરતાં બહુ લાંબું વધી ગયું, પણ એ લેખ વિસ્તારમાં વિવિધતાને અને નવીનતાના અંશો પ્રવેશ પામવાથી તેના રસમાં ક્ષતિ થવા પામી નથી; એટલું જ નહિ પણ એ ઉતારાઓએ જે અનુકૂળ વાતાવરણ ઉભું કર્યું છે, તેથી તેનું આકર્ષણ વધી પડયું છે, એમ પહેલા ભાગ વિષે જે અભિપ્રાય મારા જાણવા સાંભળવામાં આવ્યા છે, તે પરથી કહી શકું.