________________
૨૮૧
ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીના માનવંત પ્રમુખ,
ઓનરરી સેક્રેટરી તથા સભાસદા,
આપની સોસાઈટીની કારકીર્દીમાં ડાયમંડ જ્યુબિલીને શુભ અવસર પ્રાપ્ત થવાથી તે માંગલિક પ્રસંગ જાહેર રીતે ઉજવવાને સમારંભ સોસાઈટીએ આદયે છે, તેમાં ગુજરાત સાહિત્ય સભા આનંદથી સામીલ થાય છે અને છેલ્લાં સાઠ વર્ષમાં સોસાઈટીએ દેશની ઉન્નતિ અને સાહિત્યના ઉત્કર્ષ અથે આદરેલા પ્રયાસેની માન અને આભારની લાગણીથી નેંધ લઈ, આપના કાર્યમાં મળેલી ફતેહ વાસ્તે અભિનન્દન આપે છે.. | ગુજરાતી ભાષા અધી સદી ઉપર માત્ર વ્યવહારૂ ભાષા હતી. તેમાં વાંચવા લાયક મુદ્રિત પુસ્તકનું ભંડોળ કંઈજ ન હતું. લોકો અજ્ઞાન અને વહેમી હતા તેવે વખતે સાહિત્યની વૃદ્ધિની અને વિચારની કેળવણીની મહાન સંસ્થા ઉત્પન્ન કરી આખા ગુજરાતમાં એક સામાહિક પત્ર અને લાયબ્રેરી સ્થાપી અને વિચાર કેળવવા અનેક રીતિઓ ગ્રહણ કરી, સોસાઈટીએ જે જનસેવા કરી છે તેની આજ તુલના કરવી અશકય છે.
આપની પ્રવૃત્તિમાં સાહિત્ય અને શિક્ષણદ્વારા સમાજની ઉન્નતિ કરવાનો ઉચ્ચ ભાવ પણ સમાયેલો છે. એ ઉન્નતિને અનુલક્ષી સ્ત્રીકેળવણ તથા ત્રીજાતિની ઉન્નતિના મહત્વના વિષયને સોસાઈટીએ પોતાના કાર્યક્રમમાં પ્રથમથી સ્થાન આપ્યું છે તે સાઈટીના મૂળ સ્થાપકોની દીર્થ દૃષ્ટિનું દર્શન આપે છે.
ભાષા ખિલવવામાં અને સાહિત્યસમૃદ્ધિ કરવામાં સોસાઈટીએ બજાવેલી સેવા મહાન અને પ્રશંસનીય છે. ગ્રંથવૃદ્ધિ, સ્ત્રી કેળવણી અને સામાજીક ઉન્નતિ માટેનાં અને સામાન્ય વિવેત્તેજનનાં અનેક ટ્રસ્ટ- જે સોસાઈટીને સોંપાયાં છે તે સોસાઈટીની પ્રતિકા, તેના ઉપર લોકની પ્રીતિ અને તેના વિશે પ્રજાને વિશ્વાસ પુરવાર કરે છે. સોસાઈટી તરફથી પ્રસિદ્ધ થયેલાં અનેક પુસ્તકોથી ગુજરાતી ભાષાના ભંડારમાં ભારે વધારે થાય છે.
ટૂંકાણમાં ગુજરાતી ભાષાના સાહિત્યના અને ગુજરાતી પ્રજાના જ્ઞાનના વિકાસ અર્થે સતત પ્રયત્ન કરી તથા બહુ પ્રકારની અનુકૂળતા ઉપજાવી સમસ્ત ગુજરાત દેશને સોસાઈટીએ આભારી કર્યો છે અને પ્રજાની ઉન્નતિનું કાર્ય સરલ અને સતેજ કર્યું છે.