SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ રહN (૩) સ્વ. દલપતરામ ડાહ્યાભાઈ કવીશ્વર, સી. આઈ. ઈ. (૪) સ્વ. રા. બ. ગોપાળરાવ હરિ દેશમુખ. (૫) સ્વ. રા. સા. મહીપતરામ રૂપરામ નીલકંઠ, સી. આઈ. ઈ. (૬) સ્વ. રા. સા. ભોગીલાલ પ્રાણવલ્લભદાસ. (૭) રા. રા. લાલશંકર ઉમીઆશંકર ત્રવાડી. ૧૬ સાક્ષર સમેલન અને સાહિત્યને લગતાં ભાષણ કરાવવાં. કાર્યક્રમ તા. ૯-૩-૦૯, મંગળવાર સાંજના સાડા પાંચ વાગે –દી, બ. અબાલાલ સાકરલાલ દેસાઈનું પ્રમુખ તરીકેનું ભાષણ તા. ૧૦-૩-૦૯ બુધવાર–સાંજના સાડા પાંચ વાગે –“ભાષા શુદ્ધિ વિષે કેટલાક વિચાર વિષે રા. રા. કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદીનું ભાષણ તા. ૧૧-૩-૦૯, ગુરૂવાર–સાંજના સાડાપાંચ વાગે –“ગુજરાતી નાટકો અને નવલકથા વિષે રા.રા. રમણભાઈ મહીપતરામ નીલકંઠનું ભાષણ. તા. ૧૨-૩-૯૯, શુક્રવાર–સાંજે સાડા છ વાગે – “ સાક્ષર સમેલન આ કાર્યક્રમ જાહેર થયો તે દરમિયાન સાઈટીના ઓનરરી સેક્રેટરી રા. બ. લાલશંકર ઉમીઆશંકરનાં પત્ની સે. દીવાળીબાઈ પરલોકવાસી થયાં. આ અણધાર્યો શોકજનક બનાવ બનવાથી વ્યવસ્થાપક કમિટીના કેટલાક સભાસદોએ આ ઉત્સવને કાર્યક્રમ હાલ થોડા દિવસ મુલતવી રાખી, આવતા એપ્રિલ માસમાં ઇસ્ટરના તહેવારમાં ઉજવવા લેખી સૂચના કરી હતી, અને તે ઉપરથી સોસાઈટીની વ્યવસ્થાપક મંડળીએ તે પ્રમાણે કરવા ઠરાવ કર્યો હતે. આ ઠરાવ થયાનું રા. બ. લાલશંકરભાઈના જાણવામાં આવતાં, તેમણે પ્રસિદ્ધ થએલો આ સાર્વજનિક કાર્યક્રમ પિતાનાં પત્નીના મૃત્યુને લીધે બંધ ન રાખવા વ્યવસ્થાપક મંડળીને આગ્રહપૂર્વક વિનંતિ કરી, આ મહોત્સવમાં પિતાનાં મહું પત્નીની ઇચ્છાનુસાર પોતે હાજર રહેવાનું જણાવ્યું. તેમની ઇચ્છાને વ્યવસ્થાપક મંડળીએ સ્વીકાર કર્યો એટલે મુકરર થએલા કાર્યક્રમ પ્રમાણે મહત્સવની શરૂઆત તા. ૯ મી માર્ચ ને મંગળવારના રોજ સાંજના સાડા પાંચ વાગે દી. બ. અંબાલાલ સાકરલાલ
SR No.032696
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1933
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy