________________
૨૭૪
હવે મૂળ વિષય પર આવીએ.
""
સાસાઈટીના હીરક મહોત્સવને અહેવાલ બુદ્ધિપ્રકાશમાં સવિસ્તર છપાયા છે; અને તેની પ્રતા સુલભ છે,: તેમજ એમાંનું દી. ખા. અંબાલાલે પ્રમુખ તરીકે આપેલું “ સાસાઇટીના પ્રમુખા ” એ પ્રકરણના અંતે પરિશિષ્ટ રૂપે આપવામાં આવ્યું છે. તેથી એ ચારે દિવસને આખાય કાર્યક્રમ ફરી નહિ છાપતાં, તેમાંથી ખપપુરા ભાગજ અહીં આપીશું; પણ વધારા તરીકે આપણા એક અગ્રગણ્ય અને પ્રતિષ્ટિત વિદ્વાન પ્રેા. આનંદશ કરભાઇએ એ માંગલિક અનાવની નોંધ તે વખતે “વસન્ત”માં લીધી હતી તે ફરી આપવી વાસ્તવિક થઈ પડશે. અમારૂં માનવું છે કે સાસાઇટીના ઇતિહાસના વાચકને તે મદદગાર તેમ મનનીય માલુમ પડશે.
ગુજરાત વર્નાકયુલર સાસાઇટીના હીરક મહાત્સવ, (અહેવાલ )
આ સાસાઇટીની સ્થાપના થયાને સન ૧૯૦૮ આખરે સાફ વ પૂરાં થયાં, તે અતિ આનંદદાયક પ્રસંગ નિમિત્તે હીરક મહેત્સવ ( ડાયમંડ જ્યુબિલિ ) ઉજવવાની અને તે નિમિત્તે સાહિત્યને લગતાં અમુક ખાસ કાર્યો કરવાની યેાજના કરવામાં આવી હતી. આ મહેાત્સવ નિમિત્ત કરવા નિર્ધારેલાં કાર્યોં તથા મહેાત્સવના કાર્યક્રમ નોચે પ્રમાણે મુકરર કરવામાં આભ્યા હતા.
મહાત્સવ નિમિત્તે કરવાનાં કાર્યા
૧. ૬ ગુજરાતી શબ્દાષ છે કે કરાવવે.
ર.
“ છેલ્લાં સાઠ વર્ષના ગુજરાતી સાહિત્યનું અવલેાકન છ રૂ. ૪૦૦ ના પારિતોષિકથી લખાવવું.
૩. હીરક મહેાત્સવ સ્મારક ઈનામ રૂ. ૧૦૦ નું સ્થાપવું, અને તે ઇનામથી દર વર્ષે, તે વર્ષના “ ગુજરાતી સાહિત્યનું અવલાકત ” લખાવવું.
૪.
“ સાસાઈટીના સાઠ વર્ષના ઇતિહાસ ” લખાવવે.
૫. સાસાઈટીની સ્થાપના કરાવવા સારૂ કિવા તેના અયુય સારૂ નિ:સ્વાર્થ સેવા કરનારા નીચેના ગૃહસ્થાની આખા કદની એઇક પેઇન્ટીંગ ખ્ખીએ તૈયાર કરાવી સોસાઈટીમાં મૂકવીઃ—
(૧ ) સ્વ. અલેકઝાન્ડર કન્લાક ફ્રાંસ, ઈસ્કવાયર.
( ૨ ) સ્વ. ટી. ખી. કર્ટિસ, ઇસ્કવાયર.
* બુદ્ધિપ્રકારા, સન ૧૯૦૯, એપ્રિલ—પૃ. ૧ થી ૬૦. ( વધારી )