________________
છે.
મને આ મરાઠી પુસ્તક વાંચવાની ભલામણ કરી, અને મહેરબાની કરી તે પુસ્તક મને વાંચવાને આણું આપ્યું. મેં જ્યારે એ પુસ્તક બરાબર ધ્યાન દેને વાંચ્યું ત્યારે મારા મનની બધી શંકાઓ દૂર થઈ, અને મને લાગ્યું. કે જે એ પુસ્તકનું ગુજરાતીમાં ભાષાંતર થાય, તે શાસ્ત્રથી અજાણ એવા ગુજરાતીઓ તેની ખરી માહિતી મેળવે, પિતાની શંકાઓ દૂર કરે, અને પોતે જલદી દુઃખમાંથી છુટે.
તારીખ ૪ થી ડીસેમ્બર સન ૧૮૬૬ ને રાજ જ્યારે “અમદાવાદ બાળ વિધવાવિવાહીત્તેજક મંડળીના વ્યવસ્થાપક ગૃહસ્થની સભા” ભરાઈ હતી, ત્યારે આ પુસ્તકના ભાષાંતરની બહુ જરૂર છે એવું ઘણું જણે કહ્યું, તે ઉપરથી તેનું ભાષાંતર કરવાને સભા આગળ મેં કબુલ કર્યું.
પુનર્વિવાહ ઉપર આજ સુધી જે ભાષણે થયાં છે, અને જે નિભ લખાયા છે, તે કરતાં આ ભાષાંતર જુદીજ રીતનું છે. ધર્મના આધાર વગરની એકે વાત લોકે માનતા નથી. માટે આ પુસ્તકમાં ધર્મ સંબંધી વાદવિવાદથી સિદ્ધ કરી આપ્યું છે કે વિધવાવિવાહ શાસ્ત્રસંમત છે. આ પુસ્તક પહેલેથી તે છેલ્લે સુધી જે કોઈ નિષ્પક્ષપાતપણે બરાબર ધ્યાન આપીને વાંચશે તેની વિધવાવિવાહ સશાસ્ત્ર છે એવી ખાતરી થયા વિના રહેશે નહિ.”
જે કાર્ય સમજાવટથી, દાખલા દલીલ, તર્ક અને બુદ્ધિથી સિદ્ધ થઈ ન શકે તે કેટલીકવાર વિરોધી પક્ષની નબળાઈ, વ્યક્તિગત પ્રહાર ન કરતાં તેિમના વર્ગના દંભ અને સ્વાર્થ, પ્રપંચ અને જુઠાણુઓનું ઉપહાસયુક્ત
અતિશયોક્તિભર્યું કટાક્ષમય વિવેચન કરીને સાધી શકાય છે. તેની અસર વહેલી થાય છે. ભદ્રંભદ્ર એ આપણા સાહિત્યમાં તેનું ઉત્કૃષ્ટ દષ્ટાંત છે. સંસાઈટી તરફથી પ્રસિદ્ધ થયેલ પ્રહસન “પુનર્વિવાહપક્ષની પૂરેપૂરી સેસોળ આના ફજેતી ”માં ભદ્રંભદ્રના પાત્ર જેવું જીવંત અને સમર્થ કઈ પાત્ર જડતું નથી; પણ એ પ્રહસનની વિવરણ શૈલી, વસ્તુની સજાવટ અને પ્રતિપાદન પદ્ધતિ એક જ પ્રકાર (type )ની છે એમ અમારું માનવું છે. ભદ્રંભદ્ર શિલીના લખાણને એ પ્રથમ પ્રયાસ કહી શકાય; જે કે એ પુસ્તક મરાઠીને અનુવાદ માત્ર હતો. ભદ્રંભદ્રની પેઠે એ પુસ્તકની પ્રસ્તાવના વાંચેક
“ વિધવા વિવાહ શત્રુઓ ! અને મિત્રો !! એકવાર આ ગ્રન્થ સાવંત વાંચી જાઓ